click here to go to advertiser's link
Visitors :  
10-Oct-2026, Saturday
Home -> Vishesh -> Big Irony Notorious Molester Sets Out to To Honor Daughters
Wednesday, 25-Feb-2026 - Bhuj 110768 views
વહુ દીકરીઓની છેડતી કરનારો ભુજનો હવસખોર ગામની દીકરીઓનું સન્માન કરવા નીકળ્યો!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પાટીદાર આંદોલન વખતે ભુજની પટેલ ચોવીસીમાં ચર્ચિત બનીને હવસ પ્રગટ કરીને અસલ લખ્ખણો ઝળકાવનારા હિસ્ટ્રીશીટર રંગરેલિયાએ ફરી પાછો જાણે કે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિનો સ્વાંગ સજ્યો છે! ભુજનો હવસખોર મિસ્ટર રંગરેલિયા હવે ગુજરાતની યુવતીઓના સન્માન કરવા નીકળ્યો છે! આ એ જ મિસ્ટર રંગરેલિયા છે કે જે ઑગસ્ટ ૨૦૧૭માં પોતાના જ મિત્રની પત્ની પર નજર બગાડીને ભુજની ભાગોળે કારમાં રંગરેલિયા મનાવતી વખતે રંગેહાથ ઝડપાયેલો.

જેમાં કારમાં તોડફોડ સાથે બરાબરની કૂટ ખાધી હતી. એટલું જ નહીં, ઘરમાં એકલી રહેલી સગીર વયની દીકરી તાબે ના થતાં ધાક ધમકી કરી, તેનો ફોન તોડી નાખી લાજ લૂંટવા ધક્કો મારેલો. જે અંગે  ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.

આ એ જ મિસ્ટર રંગરેલિયા છે કે જે ભુજમાં બિઝનેસ એક્ઝિબિશનના નામે સમાજના આગેવાનોના લાખો રૂપિયા હજમ કરી ગયેલો. ટુરિઝમને પ્રમોટ કરવાના બહાને અમદાવાદના એક ઔદ્યોગિક ગૃપના ખર્ચે ઈવેન્ટ યોજીને બારોબાર વહીવટો કરતા ઔદ્યોગિક ગૃપે તેને રાતોરાત તગેડી મૂક્યો હતો.

પોતાને ઉદ્યોગ સાહસિક અને માર્કેટીંગનો માસ્ટર ગણતો આ ‘નસનો વેરી’ ઘણાં સમયથી લોકોને કચ્છ યાત્રા કરાવવાના બહાને બાટલીમાં ઉતારી રહ્યો છે. હવે આ મિસ્ટર રંગરેલિયા અચાનક અવનવા ટાઈટલ સાથે ગુજરાતની યુવતીઓને સન્માનવા માટેનો સમારોહ  યોજી રહ્યો છે!!

નવ વર્ષ અગાઉ કારમાં રંગરેલિયા મનાવતાં ઝડપાયેલાં આ હવસખોરના ૨૦૧૭ના કાંડ અંગે તે સમયે કચ્છખબરમાં પ્રગટ થયેલાં સમાચાર વાંચવા આ લિન્ક પર ક્લિક કરોઃ 

https://www.kutchkhabar.com/kutch/so-called-young-soical-leader-

Share it on
   

Recent News  
૩૨ મજૂરોને ભરીને નીકળેલી બોલેરોને બલ્કર ટકરાયું: ૭ મોત: ૨૭ ઘાયલઃ મોદી દ્રવી ગયાં
 
૧૪ વર્ષના કિશોર પર કારમાં કુકર્મ આચરનારાં દયાપરના હવસખોર યુવકને ૨૦ વર્ષની જેલ
 
પાકિસ્તાની ખજૂર ઈમ્પોર્ટકાંડમાં ઈન્દોરના પિતા પુત્રોની જામીન અરજી કૉર્ટે ફગાવી