click here to go to advertiser's link
Visitors :  
10-Oct-2026, Saturday
Home -> Kutch -> So called young soical leader of Bhuj caught in dancing car near Bhuj
Thursday, 03-Aug-2017 - Bhuj 38615 views
ભુજનો કથિત યુવા સામાજીક અગ્રણી ‘ડાન્સીંગ કાર’માં ઝડપાતાં ચકચાર

કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં બીઝનેસ પ્રદર્શન સહિત નવા નવા તૂત દ્વારા લોકોને શિશામાં ઉતારતો કહેવાતો યુવા સામાજીક આગેવાન અને ઉદ્યોગ સાહસિક શહેરના હરીપર રોડ પર ટપકેશ્વરી વિસ્તારમાં એક પરિણીત મહિલા સાથે કારમાંથી કઢંગી હાલતમાં ઝડપાતાં આ મુદ્દો આજકાલ ચોવીસીના ગામોમાં હોટ ટોપીક બન્યો છે. અગાઉ ભુજમાં પ્રવાસનના નામે લોકોને મુરખ બનાવી શિશામાં ઉતારવાનો નિષ્ફળ પ્રયાસ કરનારા આ કહેવાતા યુવા આગેવાનની હરકતો પર મહિલાના પતિએ વૉચ રાખી તેને રંગેહાથ ઝડપી સ્થળ પર જ બરાબરનો ઠમઠોર્યો હોવાનું સૂત્રો જણાવે છે. પોતાના ‘રૂપ’ના આધારે  ‘રંગરેલીયા’ મનાવવામાં પ્રવિણ થઈ ગયેલો યુવા આગેવાન થોડાંક સમય પહેલાં કઢંગી હાલતમાં ઝડપાયો ત્યારે તેનું ‘મુખારવિંદ’ જોવા જેવું હતું તેમ નજરે જોનારા સાક્ષીઓ જણાવે છે. મહિલાના પતિએ તેને ઠમઠોરવા સાથે તે કુકર્મ આચરવા જે મિત્રની કાર માંગીને લાવ્યો હતો તે કારમાં પણ તોડફોડ કરી હતી. આ ચીટર સામે અગાઉ પણ જમીન કૌભાંડ અને મહિલાની છેડતીની ફોજદારી ફરિયાદો થયેલી છે. પોતાના ફ્રોડ અને અશ્લિલ હરકતોના કારણે તેને જે સામાજીક સંગઠનના સહારે ઊંચો આવ્યો તે સંગઠનમાંથી એકાદ વર્ષ પૂર્વે હાંકી કઢાયેલો છે. તેની આછી હરકતોની જાણ થતાં આંદોલન સમિતિમાંથી પણ હટાવી દેવાયેલો છે. છેલ્લે તે જે અમદાવાદના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ગૃપ સાથે સંકળાયેલો હતો તે ગૃપ દ્વારા પણ તેને પાણીચું પકડાવી દેવાયેલું છે. ગામમાં આ મહાશય 'મિસ્ટર રંગરેલીયા'ના નામે કુખ્યાત હોવાનું સૂત્રો જણાવે છે. આ રંગરેલીયા મહાશય પોતાના નજીકના સ્વજનોની બહેન-દીકરીઓ પર પણ બુરી નજર નાખતો હોઈ તેના સગા-સ્વજનો પણ તેને ઘરનો ઓટલો ચઢવા દેતાં નથી અને બારોબાર રામ રામ કરી દેતાં હોવાનું સૂત્રો જણાવે છે. આજકાલ આ ચીટર પ્રવાસનના નામે લોકોને કચ્છ યાત્રા કરાવવાની જાળ બિછાવી નવા માછલા પકડવાની ફિરાકમાં હોવાનું સૂત્રો જણાવે છે.

Share it on
   

Recent News  
૩૨ મજૂરોને ભરીને નીકળેલી બોલેરોને બલ્કર ટકરાયું: ૭ મોત: ૨૭ ઘાયલઃ મોદી દ્રવી ગયાં
 
૧૪ વર્ષના કિશોર પર કારમાં કુકર્મ આચરનારાં દયાપરના હવસખોર યુવકને ૨૦ વર્ષની જેલ
 
પાકિસ્તાની ખજૂર ઈમ્પોર્ટકાંડમાં ઈન્દોરના પિતા પુત્રોની જામીન અરજી કૉર્ટે ફગાવી