કચ્છખબરડૉટકોમ, અંજારઃ કચ્છમાં ‘આસમાની આફત’ તોળાઈ રહી છે તે વચ્ચે અંજારમાં બે બાળકોના પાણીના ખુલ્લાં ટાંકામાં પડી જવાથી મોત નીપજતાં અરેરાટી છવાઈ ગઈ છે. અંજારની કર્મચારી કોલોનીમાં આ દુર્ઘટના ઘટી હતી. અહીં રહેતા બિહારના શ્રમિક બિટ્ટુ તિવારીના રહેણાકની બાજુમાં નવા મકાનનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. સવારે રમતા રમતા અંદાજે ૬ અને ૭ વર્ષના બેઉ સહોદર ટાંકા પાસે ગયેલા અને તેમાં પડી ગયા હતા. બાળકો ગુમ થઈ જતાં પરિવાર હાંફળો ફાંફળો થયો હતો અને પોલીસ મથકે દોડી આવ્યો હતો. પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમ બનાવને ગંભીરતાથી લઈ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. શોધખોળ દરમિયાન પાણીના ટાંકામાંથી બેઉ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. બંને બાળકોને તત્કાળ હોસ્પિટલમાં ખસેડાયાં હતા પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યાં હતા. મૃતક બાળકોમાં ૬ વર્ષના અંકુશ બિટ્ટુ તિવારી અને ૭ વર્ષના અભિનંદન બિટ્ટુ તિવારીનો સમાવેશ થાય છે.
Share it on
|