click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Anjar -> Spa Manager Faces Acid Attack by Competitor in Anjar
Thursday, 05-Jun-2025 - Anjar 106697 views
અંજારઃ બે સ્પાની ધંધાકીય અદાવતમાં સ્પાની મેનેજર યુવતી પર ઍસિડ અટેક સાથે છેડતી
કચ્છખબરડૉટકોમ, અંજારઃ કુટણખાનાનો પર્યાય બની ગયેલાં કહેવાતા સ્પા મસાજ પાર્લરો વચ્ચે હવે એવી  ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે કે બેફામ બનેલાં તત્વો ઍસિડ અટેક કરતાં અચકાતાં નથી. અંજારના મેઘપર બોરીચીમાં સ્પાના ધંધાની સ્પર્ધામાં હરીફ સ્પાની ૩૦ વર્ષિય મેનેજર યુવતી પર છ જણે ઍસિડ અટેક કર્યો હોવાનો બનાવ બન્યો છે. મેઘપરના કષ્ટભંજન ગેસ્ટ હાઉસ નજીક આવેલા સ્પા સેન્ટરમાં મંગળવારની રાત્રે સાડા દસના અરસામાં બનાવ બન્યો હતો.
ઍસિડ અટેકમાં સદભાગ્યે હાથ પર સામાન્ય દાઝવાની ઈજા સાથે યુવતી બચી ગઈ છે.

અંજાર પોલીસે બનાવ અંગે નજીકમાં આવેલા એ-વન સ્પાના પાર્ટનર સંચાલક કલ્પેશ દેસાઈ અને શબ્બિર બાયડ સાથે તેમના સાગરીતો ફિરોઝ લંઘો, મયૂર ઠક્કર, વસંત કોલી અને એક અજાણ્યા યુવક મળી છ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

હુમલો કરતા અગાઉ આ લુખ્ખાઓએ સ્પામાં રહેલી બે છોકરીઓ સાથે શારીરિક છેડતી અડપલાં પણ કર્યાં હતાં.

બનાવની વિગત એવી છે કે મંગળવારે રાત્રે આરોપીઓ ફરિયાદી યુવતીના સ્પામાં આવીને માથાકૂટ કરવા માંડ્યાં હતાં.

સ્પામાં થોડાંક સમય અગાઉ નોકરીએ લાગેલી એક યુવતીને બોલાવવા અને તેની પાસે જ મસાજ કરાવવાની ડિમાન્ડ કરવા માંડ્યાં હતાં.

જો કે, સ્પાનો સમય પૂરો થઈ ગયો હોવાનું કહીને મેનેજરે ઈન્કાર કર્યો હતો. ડખ્ખા સમયે સ્પામાં કામ કરતી અન્ય બે યુવતીઓ રીસેપ્સન પર દોડી આવી હતી. તે સમયે, વસંત કોલી અને ફિરોઝ લંઘાએ તે યુવતીઓ સાથે શારીરિક અડપલાં કરવાનું શરૂ કરેલું.

મેનેજર યુવતીએ તેમનો પ્રતિકાર કરવા પ્રયાસ કરતાં બબ્બે જણે તેના બેઉ હાથ પકડી રાખેલા, અજાણ્યા લુખ્ખાએ તેના માથાના વાળ ખેંચી રાખેલા અને કલ્પેશ દેસાઈએ ખિસ્સામાંથી ઍસિડની બોટલ કાઢીને ‘આ ઍસિડ છે અને હું તારો ચહેરો બગાડી નાખીશ’ કહીને તેના ચહેરા પર ઍસિડ છાંટેલું. 

જો કે, યુવતીએ ગમે તેમ તેનો જમણો હાથ છોડાવીને ચહેરા પર ઢાંકી દેતાં તેના હાથ પર ઍસિડના અમુક છાંટા પડ્યાં હતાં. રાડારાડી વચ્ચે કલ્પેશના હાથમાંથી ઍસિડની બોટલ નીચે પડી ગયેલી, જે શબ્બિરે ઉપાડીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી.

હોબાળાના પગલે આરોપીઓ ત્યાંથી જતા રહેલાં. જતા જતા શબ્બિરે મેનેજર યુવતીને ધમકી આપેલી કે ‘આ વખતે તો તું બચી ગઈ છે, બીજી વખત આવશું ત્યારે તને જાનથી મારી નાખશું અને તારો ચહેરો બગાડી નાખશું’

તમામ લુખ્ખા કાળા રંગની કીયા કારમાં બેસીને જતા રહ્યાં હતાં. યુવતીએ ધંધાકીય સ્પર્ધાની અદાવતમાં કલ્પેશ અને શબ્બિર સહિતના આરોપીઓએ કાવતરું રચીને સ્પામાં કામ કરતી યુવતીઓની જાતીય સતામણી કરી પોતાના પર ઍસિડ અટેક કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. સામાન્ય ઈજા થઈ હોઈ યુવતીએ હોસ્પિટલમાં જવાના બદલે સ્પાની અંદર જ ઉપચાર કરી લીધો હતો.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?