click here to go to advertiser's link
Visitors :  
19-Sep-2026, Saturday
Home -> Gandhidham -> Working Woman Strangulated to Death in Gandhidham Police Supects Rape With Murder
Saturday, 19-Sep-2026 - Gandhidham 1363 views
ગાંધીધામઃ નિર્જન ઝાડીમાં ગળેટૂંપો આપી મહિલાની ઘાતકી હત્યાઃ રેપ વીથ મર્ડરની આશંકા
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં મજૂરી અર્થે ફેક્ટરીમાં પગપાળા જઈ રહેલી ૪૫ વર્ષિય મહિલાની નિર્જન ઝાડીમાં ગળેટૂંપો આપી હત્યા કરાયાનો બનાવ બનતાં કાયદાના રક્ષકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. એક્શનમાં આવેલી પોલીસે તુરંત જ વિવિધ ટીમ બનાવીને હત્યારાને દબોચી લીધો છે. હત્યારાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કે તેવો પ્રયાસ કર્યો હોવાની પોલીસને આશંકા છે.

મરણ જનાર ઝુલેખા ખાન મૂળ બિહારની વતની છે અને ગાંધીધામના ઈન્દિરાનગરમાં રહીને ઋચિ સોયા કંપનીમાં મજૂરી કરે છે. નિત્યક્રમ મુજબ ઝુલેખા આજે સવારે ૯ વાગ્યે એકલી પગપાળા કંપનીમાં કામે જવા નીકળી હતી. મચ્છુનગર રેલવે ફાટક નજીક એકાદ કિલોમીટર લાંબી બાવળની ગાઢ ઝાડીઓ વચ્ચેની કેડી પરથી તે જતી હતી ત્યારે અજાણ્યો યુવક કાળ બનીને ત્રાટક્યો હતો.

નિયત સમયે ઝુલેખા ફેક્ટરીમાં ના પહોંચતા પરિવારજનો અને સહકર્મીઓએ શોધખોળ આદરી હતી.

સવારે ૧૧.૩૦ના અરસામાં બાવળની ઝાડીમાંથી ઝુલેખાનો મૃતદેહ મળ્યો હતો. શરીર પરના લુગડાં બાજુમાં પડ્યાં હતા અને આંતરવસ્ત્રો પહેરેલી હાલતમાં ડેડબૉડી પડેલી જોઈને કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની સૌ કોઈને આશંકા ઘેરી બની હતી. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા સાથે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારે ઘટનાને ગંભીરતાથી લઈને તત્કાળ અંજાર ડીવાયએસપીને સૂચના આપી હતી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી. વિવિધ પોલીસ ટીમ બનાવાઈને દરેકને જુદા જુદા ટાસ્ક અપાયાં હતા. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ઘટનાસ્થળે જે ગમછો પડ્યો હતો તેવો ગમછો ધારણ કરેલો એક શખ્સ ઝાડી તરફ જતો જોવા મળ્યો હતો. ગણતરીના કલાકોમાં જ પોલીસે સીસીટીવીમાં દેખાયેલાં આરોપીને દબોચી લીધો હતો.

અંદાજે ૨૩ વર્ષનો મૂળ ઓડિશાના વતની એવો આરોપી યુવક ટ્રેનમાં નાસવાની ફિરાકમાં હતો ત્યારે પોલીસે દબોચી લીધો હતો.

ગમછાથી ગળેટૂંપો આપી મહિલાની હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયાં બાદ તેના પુત્રએ આરોપી સામે હત્યાની કલમ તળે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જે અવસ્થામાં મહિલાની લાશ મળી હતી તેના આધારે આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનું અથવા દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસને આશંકા છે.

ફોરેન્સિક ઑટોપ્સી માટે મહિલાના મૃતદેહને જામનગરની મેડિકલ કૉલેજ મોકલવા તજવીજ હાથ ધરાઈ છે.

Share it on
   

Recent News  
ભુજના કુકમા ગામના સીમાડે વેસ્ટ ઓઈલના સ્ટોરેજ ડેપોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી
 
કિશોરીને બ્લેકમેઈલ કરી વારંવાર રેપ બદલ સુરેન્દ્રનગરના યુવકને ૨૫ વર્ષની સખ્ત કેદ
 
ઘોર કળિયુગ! મુંદરામાં પોતાના જ ઘરમાં અડધા કરોડની ચોરી બદલ મા-દીકરાની ધરપકડ