click here to go to advertiser's link
Visitors :  
28-Aug-2026, Friday
Home -> Anjar -> Seized Liquor Case Dumper Secretly Transferred to Escape Legal Trouble
Wednesday, 24-Jun-2026 - Anjar 36436 views
દારૂ કેસમાં જપ્ત ડમ્પરથી પીછો છોડાવવા વાહન બારોબાર બીજાના નામે તબદીલ કરાવાયું!
કચ્છખબરડૉટકોમ, અંજારઃ ૧૧ દિવસ અગાઉ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટપ્પર ગામે આવેલી એક વાડીમાં કટિંગ સમયે ત્રાટકીને ૭૯.૫૨ લાખના ઈંગ્લિશ દારૂના જંગી જથ્થા સાથે ટેન્કર, હાઈવા ડમ્પર, બોલેરો, બાઈક મળી ૪ વાહન જપ્ત કરેલાં. પોલીસે જે ૧૦ વ્હિલવાળું હાઈવા ડમ્પર જપ્ત કરેલું તેનો નંબર હતો GJ-12 AT-9880. આ ડમ્પર મુંદરાના ઝરપરા ગામના સવરાજ સામત લાખાણીની માલિકીનું છે. તપાસમાં બહાર આવેલું કે અંજારના દબડાના રાજેશ આહીરે કટિંગ માટે વાહનો અને મજૂરોની વ્યવસ્થા કરેલી.

રાજેશ હજુ ઝડપાયો નથી. પોલીસની ગહન તપાસ ચાલી રહી છે ત્યાં ગઈકાલે અચાનક અંજારના સિનુગ્રા ગામે રહી વાહનોનું કલરકામ કરતાં હનીફ અલીમામદ કક્કલના ઘરે પોસ્ટ મારફતે આર.સી. બૂક આવેલી. આ આર.સી. બૂક LCBએ જપ્ત કરેલા હાઈવા ડમ્પરની હતી. હનીફે પોલીસનો સંપર્ક કરીને જાણ કરી.

પોલીસે તપાસ કરી તો બહાર આવ્યું કે ફરાર રાજેશ આહીરે અંજારના આરટીઓ એજન્ટ રાહુલ રામજી આહીરની મદદથી, વાહન ટ્રાન્સફર કરવાના ટીટીઓ ફોર્મમાં હનીફની ખોટી સહી કરીને બારોબાર તેના નામે ચઢાવી દીધું હતું!

હનીફે અંજાર પોલીસ મથકે રાજેશ આહીર અને રાહુલ આહીર વિરુધ્ધ BNS કલમ ૩૩૬ (૨) અને (૩) ૩૩૮, ૩૩૯, ૩૪૦ (૨) ૬૧ (૨) (એ) તળે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
નખત્રાણાના પત્રકારના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના ૧૯.૧૬ લાખ જમા થતાં ફરિયાદ દાખલ
 
શિકારી હોવાની શંકામાં લોરીયાના સીમાડે વન વિભાગના કર્મીઓએ બે યુવકને કૂટી નાખ્યાં!
 
જી.કે. જનરલની મિલ્ક બેન્કમાં વહેતી વાત્સલ્યની સરિતાઃ ૫૩૨ બાળકો માટે બની સંજીવની