click here to go to advertiser's link
Visitors :  
01-Jun-2025, Sunday
Home -> Anjar -> Man flogged by public in Anjar over financial fraud
Thursday, 01-Aug-2024 - Anjar 82701 views
લોકો જોડે ઠગાઈ કરતા ઝડપાઈ ગયેલાં ભુજના યુવકને અંજારમાં પબ્લિકે ઢોર માર માર્યો
કચ્છખબરડૉટકૉમ, અંજારઃ આજના યુગમાં ઠગાઈનું પ્રમાણ અતિશય વધી ગયું છે. ઘણીવાર તો લોકો નાની રકમનું ફ્રોડ થાય તો પોલીસ ફરિયાદ નોંધાવવાનું પણ ટાળે છે. જો કે, જો આવો કોઈ ચીટર હાથોહાથ લાગી જાય તો લોકો તેના હાલહવાલ કરી નાખતાં પણ અચકાતાં નથી! આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાંક લોકો ખુલ્લી વાડી કે ખેતર જેવા વિસ્તારમાં નીચે પડેલાં એક યુવકને ઘેરીને ઊભાં છે અને મુક્કા, લાતો તથા ડંડાથી ઢોર માર મારી રહ્યાં છે.

માર ખાનારો યુવક મારથી બચવા રાડારાડ કરતો નજરે પડે છે. કહેવાય છે કે આ વીડિયો અંજારના વિજયનગર વિસ્તારનો છે. માર ખાનારાં યુવક પાસે લોકો પોલીસની સ્ટાઈલમાં તેના ગુનાઓની કબૂલાત કરાવતી પૂછપરછ કરી રહ્યાં છે.

આ યુવક પોતાનું નામ અક્રમ સુમરા હોવાનું અને પોતે ભુજનો રહેવાસી હોવાનું જણાવી રહ્યો છે. લોકોની પૂછપરછમાં તે કબૂલી રહ્યો છે કે તેણે બાવીસ જેટલાં લોકો સાથે ફ્રોડ કર્યું છે,

રતનાલના ત્રણ લોકોના નામ આપીને તેમની સાથે તથા અંજારમાં પહેલીવાર બે જણ જોડે ચીટીંગ કર્યું હોવાનું કબૂલતો જણાય છે. સૂત્રોના દાવા મુજબ સરકારી યોજનાઓના નામે અક્રમ લોકો જોડે ચીટીંગ કરે છે. સમગ્ર મામલે બેખબર અંજાર પોલીસે વીડિયો વાયરલ થતાં તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભુજની BCCB બેન્કના ચેરમેન, MD સહિત ૩નાં રાજીનામા લેવાની બોગસ રજૂઆત મામલે FIR
 
‘સાઈડ ઈન્કમ’ માટે ગાંજો વેચતો ભુજનો હંગામી બેન્કકર્મી ૨૪૨ ગ્રામ ગાંજા સાથે ઝબ્બે
 
માથકમાં સાવકા પિતાએ ૬ વર્ષના આંગળિયાત પુત્રને પાણીના ખાડામાં ડૂબાડી હત્યા કરી