click here to go to advertiser's link
Visitors :  
02-Jun-2025, Monday
Home -> Bhuj -> Unknown person asking for resignation of BCCB office bearers booked under IT Act
Saturday, 31-May-2025 - Bhuj 6249 views
ભુજની BCCB બેન્કના ચેરમેન, MD સહિત ૩નાં રાજીનામા લેવાની બોગસ રજૂઆત મામલે FIR
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના વેપારીઓની જાણીતી સહકારી બેન્ક ભુજ કોમર્સિયલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડના ચેરમેન, એમડી અને એક ડાયરેક્ટર સહિત ત્રણ જણનાં રાજીનામા લેવા બાબતે કોઈ અજ્ઞાત શખ્સે ખોટી રીતે રજૂઆતો કરી હોવાનો મામલો બહાર આવ્યો છે. આ મામલે બેન્કના જનરલ મેનેજરે અજાણ્યા શખ્સ વિરુધ્ધ બેન્કના હોદ્દેદારોની પ્રતિષ્ઠા ખરડવાના હેતુથી બોગસ ઈમેઈલ આઈડી અને બેન્કને બોગસ પત્ર પાઠવવા સબબ આઈટી એક્ટ સહિતની ધારાઓ તળે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી ધીરેનજ મજેઠીયાએ જણાવ્યું કે ગત સાતમી મેના રોજ તેમને બેન્કના સભાસદ દિનેશ મણિલાલ ઠક્કરનો લેખિત પત્ર મળ્યો હતો. જેમાં આઠ વર્ષ જૂના ડાયરેક્ટરોના રાજીનામા મુદ્દે રજૂઆત કરવા સાથે બેન્કના વર્તમાન એમડી હિતેશ ચત્રભુજ ઠક્કર, ચેરમેન કલ્પેશ રવિલાલ ઠક્કર અને ડાયરેક્ટર ચેતન રવિલાલ શાહના રાજીનામાં લેવા મુદ્દે માગ કરાઈ હતી.

દિનેશ ઠક્કરના નામની ઈ મેઈલ આઈડી પર આ જ મુદ્દે ગત ફેબ્રુઆરી માસમાં રીઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયામાં પણ સાત વખત ઈ-મેઈલ મોકલી રજૂઆત કરાઈ હતી.

બેન્ક દ્વારા દિનેશ ઠક્કરને આ રજૂઆત મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતે કોઈ પત્ર લખ્યો હોવાનો કે પોતાના નામનું કોઈ ઈ મેઈલ આઈડી હોવાનો ઈન્કાર કરી દીધો હતો. આમ, અજાણ્યા શખ્સોએ બેન્કના પદાધિકારીઓની પ્રતિષ્ઠા ખરડવા સમગ્ર કારસો રચ્યો હોવાનું સ્પષ્ટ થતાં મેનેજરે ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
બાળાને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ કરનાર સ્કુલ રીક્ષાચાલકને અંતિમ શ્વાસ સુધીની કેદ
 
સૂરજબારી બ્રિજ પર ટ્રકે બાઈકને ટક્કર મારતાં ગંભીર ઈજાથી બે યુવકોના મોતઃ એક ઘાયલ
 
અંતરજાળ નજીક તળાવમાં સાળા બનેવીના ડૂબી જવાથી મોતઃ કિડાણાના મોદી પરિવારમાં માતમ