click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Anjar -> Man Borrows Friends Phone to Play Games Steals 1.80 Lakh From Bank Account
Thursday, 11-Jun-2026 - Madhapar Bhuj 22655 views
માધાપરમાં ગેમ રમવાના નામે મિત્રનો મોબાઈલ લઈને ખાતામાંથી ૧.૮૦ લાખ કાઢી લેવાયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગમે તેટલો વિશ્વાસુ મિત્ર હોય પરંતુ તેને તમારો મોબાઈલ ફોન આપતા પહેલાં બે વખત વિચાર કરજો. માધાપરમાં મિત્રએ ગેમ રમવાના બહાને મિત્રનો ફોન લઈને તેના બેન્ક ખાતામાંથી ૧.૮૦ લાખ રૂપિયા બારોબાર બીજા ખાતામાં ટ્રાન્સફર કરાવીને વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા હોવાનો બનાવ બહાર આવ્યો છે.

૨૩ વર્ષિય ફરિયાદી પ્રથમ બુધાભાઈ મહેશ્વરી (રહે. રામ મંદિર પાસે, જૂના વાસ, માધાપર)એ તેના મિત્ર કિશન માતંગ (રહે. મતિયા કોલોની, માધાપર જૂના વાસ) સામે ફરિયાદ નોંધાવી છે. બેઉ જણ મજૂરી કરે છે. ફરિયાદીએ જણાવ્યું કે બેઉ મિત્રો છે અને સાથે હરે-ફરે છે.

નવરાશ હોય અને બેઉ ફળિયામાં બેઠાં હોય ત્યારે કિશન ગેમ રમવાના નામે અવારનવાર તેનો મોબાઈલ ફોન લઈને બેસી રહેતો. કિશને તેના મોબાઈલમાં તીનપત્તી ગેમની આઈડી પણ બનાવેલી.

કિશનને મોબાઈલનો પાસવર્ડ અને મિત્રના બેન્ક ખાતા અંગે બધી ખબર હતી. ૨૬ માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૫ દરમિયાન ફરિયાદી અને તેની માતાના જોઈન્ટ બેન્ક ખાતામાંથી ટુકડે ટુકડે ૧ લાખ ૭૯ હજાર ૯૯૮ રૂપિયા અન્ય અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયેલાં. રૂપિયા કોણે કેવી રીતે કોના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા તે અંગે અજાણ ફરિયાદીએ ઓનલાઈન સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી માધાપર પોલીસ મથકે અરજી આપેલી.

પોલીસની તપાસમાં બહાર આવેલું કે આ નાણાં તેના મોબાઈલ મારફતે મિત્ર કિશને બીજા ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ અંગે કિશનને વાત કરતાં તેણે ગુનો કબૂલીને ટુકડે ટુકડે રૂપિયા પરત આપી દેવાનો વાયદો કરીને પોલીસ સ્ટેશનમાં કરેલી અરજી પાછી ખેંચી લેવા જણાવેલું. કિશને વાયદા મુજબ  રૂપિયા પરત ના આપતાં પ્રથમે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!