click here to go to advertiser's link
Visitors :  
28-Aug-2026, Friday
Home -> Anjar -> Man booked for intimidation and extortion of Rs 7.50 Lakh in Anjar
Sunday, 14-Jun-2026 - Anjar 54656 views
અંજારઃ ભાવિ પતિની જાસૂસી કરાવવી મોંઘી પડી! યુવકે બળજબરીથી ૭.૫૦ લાખ પડાવ્યાં
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં રહીને ટ્યુશન ક્લાસ ચલાવતી ભદ્ર પરિવારની ૨૫ વર્ષિય યુવતીએ અંજારમાં રહેતા અનીશ જીએજા નામના યુવકે બળજબરીથી ૨૦૧૯થી અત્યારસુધીમાં ૭.૫૦ લાખ લાખ રૂપિયા પડાવ્યાં હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ જણાવ્યું કે અનીશ તેના પિતાની કારના ડ્રાઈવરનો મિત્ર હતો. ઘણીવાર ડ્રાઈવર સાથે ઘરે આવ-જા કરતો હોઈ પરિચય થયેલો. ૨૦૧૯માં યુવતીની અંજારના યુવક સાથે સગાઈ થયેલી. થોડાં સમય બાદ જેની જોડે સગાઈ થયેલો તે યુવક સાથે તેના અવારનવાર ઝઘડા શરૂ થયેલા.

જેથી યુવકનું ચારિત્ર્ય જાણવા માટે યુવતીએ અનીશ જીએજાને મદદ કરવા વિનંતી કરેલી.

અનીશે મદદના બદલામાં પૈસા માંગેલા. અનીશે જાસૂસી કરીને યુવકના ચારિત્ર્ય અંગેની વિગતો યુવતીને આપેલી અને બદલામાં તેની માંગણી મુજબ યુવતીએ તેને પચાસ હજાર રૂપિયા આપી દીધા હતા.

જો કે, વાત અહીં પૂરી થઈ નહોતી. ચાર-છ મહિના બાદ અનીશે તેને ચાકુ બતાડીને મારી નાખવાની ધમકી આપી ‘હવે બીજા રૂપિયા તૈયાર રાખો’ કહી નાણાં માગેલાં. ડરી ગયેલી યુવતીએ તેને પૈસા આપેલાં.

ત્યારબાદ અનીશ દ્વારા અવારનવાર તેનો પીછો કરી, ચાકુ બતાવીને રૂપિયા માગવાનો સિલસિલો શરૂ થઈ ગયેલો. યુવતી તેને રોકડાં કે ઓનલાઈન રૂપિયા ચૂકવતી રહી હતી.

છેલ્લે ૩૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ અનીશે યુવતીને ચાકુ બતાવીને રૂપિયા માગેલાં. અનીશની દાદાગીરીથી કંટાળીને યુવતીએ માતા પિતાને બધી વાત કરી તેમને લઈ પોલીસ મથકે આવીને અનીશ વિરુધ્ધ ખંડણી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
નખત્રાણાના પત્રકારના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના ૧૯.૧૬ લાખ જમા થતાં ફરિયાદ દાખલ
 
શિકારી હોવાની શંકામાં લોરીયાના સીમાડે વન વિભાગના કર્મીઓએ બે યુવકને કૂટી નાખ્યાં!
 
જી.કે. જનરલની મિલ્ક બેન્કમાં વહેતી વાત્સલ્યની સરિતાઃ ૫૩૨ બાળકો માટે બની સંજીવની