|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વિજયનગરના કોલીવાસમાં સરકારી જમીન પર ગેરકાયદે મકાનમાં રહેતા કુખ્યાત આરોપી મહેશ ઊર્ફે ડાભલો મોતીભાઈ કોલીના મકાન પર આજે પોલીસે બુલડોઝર ફેરવી નાખ્યું છે. પોલીસે કહ્યું કે ઘણાં વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદે મકાનનું દબાણ કરી દેવાયું હતું. મહેશ ઊર્ફે ડાભલા સામે બળાત્કાર, છેડતી, ખૂનનો પ્રયાસ, ધાકધમકી, મારામારી, પોક્સો, એટ્રોસિટી, બાઈક ચોરી, ચેઈન સ્નેચિંગ સહિતના વિવિધ ગંભીર ગુનાઓ નોંધાયેલાં છે. ગત ૨૬ જૂનની રાત્રે મહેેેશે તેના સાગરીત સાથે આદિપુરના શિણાય નજીક ૧૫ વર્ષની કિશોરીને પોલીસના નામે દમદાટી આપી, તેનું અપહરણ કરી નિર્જન જગ્યા લઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. દિલ્હીના નિર્ભયાકાંડ જેવી આ ઘટનાએ સમગ્ર કચ્છમાં ભારે ચકચાર મચાવી હતી.
Share it on
|