click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Kutch -> Border Range Police Seize Over 6 Tonnes of Opium Plants Worth 9.41 Crore in Bhimasar Rapar
Thursday, 26-Feb-2026 - Rapar 37821 views
રાપરના ભીમાસરથી બોર્ડર રેન્જ પોલીસે ૬ ટનથી વધુ ૯.૪૧ કરોડના અફીણ છોડ જપ્ત કર્યાં
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના ભીમાસર (ભુટકીયા) ગામે બે એકર ખેતરમાં થયેલાં અફીણ છોડના વાવેતર પર બોર્ડર રેન્જ આઈજીની ટીમ દ્વારા પડાયેલો દરોડો સળંગ ચાર દિવસ અને રાતની કામગીરીના અંતે સંપન્ન થયો છે. સાયબર સેલે અંદાજે ૯ કરોડ ૪૧ લાખની કિંમતના વિક્રમી ૬ હજાર ૨૯૩ કિલોગ્રામ વજનના ૧ લાખ ૫ હજાર ૮૧૬ છોડ કબજે કર્યાં છે. સોમવાર ૨૩ તારીખથી ભીમાસરના આ ખેતરમાં દરોડાની કાર્યવાહીનો આરંભ થયો હતો.

રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શનમાં સાયબર સેલના પીઆઈ લક્ષ્મણસિંહ પી. બોડાણાના નેતૃત્વમાં વીસથી વધુ પોલીસ કર્મચારીઓના કાફલાએ ખેતરને ચોતરફથી ઘેરી લઈને કામગીરી શરૂ કરી હતી. સળંગ ચાર દિવસ અને રાતની મેરેથોન કામગીરીના અંતે આજે મોડી રાતે કામગીરી પૂર્ણ થઈ છે. પોલીસે ખેતરમાં ઉગેલાં તમામ છોડનું કાળજીપૂર્વક કટિંગ કરાવી, વજન કરાવી, પધ્ધતિસર મુદ્દામાલ તરીકે નંબર આપીને પંચો તથા એફએસએલ ટીમની હાજરીમાં સીઝ કર્યાં છે.

સરકારી ખરાબાની જમીનમાં વાવેતર

ભીમાસરના પ્રભુ ભાણાભાઈ સોઢાએ સરકારી ખરાબાની જમીન પર અફીણના છોડનું વાવેતર કર્યું હતું. જેમાં ઈશ્વર ડાયાભાઈ ગોયલ અને મનસુખ વજાભાઈ ગોયલે તેને મદદ કરેલી. પોલીસે દરોડો પાડ્યો ત્યારે આરોપીઓ અફીણના ડોડા (Poppy Pods)માં ચેકો મારીને તેમાંથી ઝરતો સફેદ દૂધ જેવો રસ (અફીણ) એકત્ર કરતા રંગેહાથ ઝડપાઈ ગયાં હતા.

જાણો, અફીણના છોડમાંથી શું શું બને છે

♦અફીણના ડોડાના રસમાંથી મોર્ફિન, કોડેઈન અને થેબાઈન નામની ઔષધિનું નિર્માણ થાય છે. મોર્ફિન જબરદસ્ત પેઈનકિલર છે. કોડેઈનનો ઉપયોગ શરદી ઉધરસ અને હળવા દુઃખાવાની દવાઓ (કફ સિરપ)માં થાય છે. થેબાઈનનો ઉપયોગ અન્ય ઘણી દવાઓના નિર્માણમાં ઘટક તરીકે થાય છે.

♦ડોડામાંથી નીકળતો રસ સૂકાઈ જાય ત્યારે કાળા-કથ્થાઈ રંગનો ચીકણો પદાર્થ બને છે, જેને કાચું અફીણ (Opium) કહેવાય છે. ડ્રગ્સ માફિયાઓ આ રસ પર રાસાયણિક પ્રક્રિયા હાથ ધરીને તેમાંથી અત્યંત માદક પદાર્થ હેરોઈન અને બ્રાઉન સ્યુગર બનાવે છે.

♦રસ કાઢી લીધા બાદ જે સૂકાં ડોડા (Poppy Husk) વધે છે તેને પીસીને પાણીમાં પલાળી નશો કરવા પીવાય છે. ડોડાની અંદર જે બીજ (Seeds) હોય છે તે ખસખસ તરીકે ઓળખાય છે. ભારતમાં ખાસ કરીને શુધ્ધ ઘીના લાડુ પર ખસ ખસ ચોપડવામાં આવે છે. ખસ ખસમાં નશાનું પ્રમાણ હોતું નથી છતાં ખસ ખસવાળા લાડુ ખાધાં પછી લોકોને સરખું ઘેન ચઢતું હોય છે.

♦ભારતમાં અફીણની ખેતી, તેનો સંગ્રહ કે વેચાણ નાર્કોટિક્સ એક્ટ તળે ગુનો છે. માત્ર સરકારની વિશેષ મંજૂરી હેઠળ ફક્ત દવા બનાવવાના હેતુથી જ તેનું વાવેતર કરી શકાય છે.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત