click here to go to advertiser's link
Visitors :  
27-Aug-2026, Thursday
Home -> Anjar -> Bhuj Tour Operator Duo Absconds with 4.88 Lakh for Bangkok Trip Bookings
Monday, 06-Jul-2026 - Anjar 33574 views
બેંગ્કોક થાઈલેન્ડ ટ્રીપના બુકીંગ પેટે ભુજની ટૂર ઓપરેટર બેલડી ૪.૮૮ લાખ મેળવી ગુમ!
કચ્છખબરડૉટકોમ, અંજારઃ બેંગ્કોક, થાઈલેન્ડ અને ફૂકેતની પેકેજ ટૂર પ્લાન કરી આપવાના બહાને ભુજની ઠગ બેલડીએ બુકિંગ પેટે ૪.૮૮ લાખ મેળવીને ટોપી ફેરવી હોવાનો બનાવ અંજારમાં બહાર આવ્યો છે. મેઘપર બોરીચીમાં રહેતા ૨૪ વર્ષિય સ્મિત રાજેશ કોટકે ઠગાઈ અંગે ભુજની વિસ્ટા વોયેજ સોલ્યુશન્સ પ્રા. લિમિટેડના ભૂમિત ઊર્ફે ફોરમ સુથાર અને કંપનીના માલિક ઓમેશ હિરાણી સામે ફરિયાદ નોંધાવી છે.

એક્સપોર્ટ ઈમ્પોર્ટનો વ્યવસાય કરતા સ્મિત કોટકે બેંગ્કોક થાઈલેન્ડની ટૂરના પ્લાનીંગ માટે એપ્રિલ માસમાં ફોન પર ભૂમિતનો સંપર્ક કરેલો. ફરિયાદીએ તેના બે મિત્રો સાથે એક મહિનો લાંબી ટૂરનું પ્લાનીંગ કરેલું.

ભૂમિત જોડે વાતચીત મુજબ ફરિયાદી અને તેના બે મિત્રોએ હોટેલ બુકિંગથી લઈ ફ્લાઈટ ટિકિટ સુધીનું ફુલ બુકિંગ કરાવેલું અને તે પેટે ત્રણે જણે કટકે કટકે ભૂમિતની કંપનીના બેન્ક ખાતામાં ૪.૮૮ લાખ જમા કરાવ્યાં હતા.

૮ મેથી ૮ જૂન દરમિયાન ટૂરનું આયોજન થયેલું. જો કે, ૮ મે અગાઉ અચાનક ભૂમિતનો ફોન બંધ થઈ ગયો હતો. ફરિયાદીએ કંપનીના માલિક ઓમેશ હિરાણીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો તો તેનો પણ મોબાઈલ બંધ થઈ ગયો હતો. બેઉ જણનો કોઈ અતોપત્તો મળતો નથી.

આ બેઉ જણાં ટૂર બુકીંગના બહાને કચ્છમાં અન્ય લોકોના પણ રૂપિયા લઈને રફૂચક્કર થઈ ગયા હોવાની આશંકા છે.

અંજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
જી.કે. જનરલની મિલ્ક બેન્કમાં વહેતી વાત્સલ્યની સરિતાઃ ૫૩૨ બાળકો માટે બની સંજીવની
 
નેપાળ-ચીન બોર્ડર પર ભારે પૂર વચ્ચે કૈલાસ-માનસરોવરના કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત
 
બાગીબેનના ‘બાગી’ તેવર! ગાગોદર પોલીસ સ્ટેશનને ‘માથે લઈ’ મચાવી ભારે ધમાલ!