click here to go to advertiser's link
Visitors :  
22-Jul-2025, Tuesday
Home -> Anjar -> Anjar Woman ASI Strangled to Death by Boyfriend a CRPF Jawan
Saturday, 19-Jul-2025 - Anjar 29212 views
અંજારની મહિલા ASIનું ગળું દબાવી બૉયફ્રેન્ડે હત્યા કરી નાખીઃ બૉયફ્રેન્ડ CRPF જવાન
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજરત અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫)ની ગત રાત્રે તેના બૉયફ્રેન્ડે ઘરમાં ગળું દાબીને હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટી-૨માં રહે છે. ગત મોડી રાત્રે અરુણા અને તેના પુરુષમિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને જબરદસ્ત ઝઘડો થયો હતો.

જેમાં દિલીપે પિત્તો ગુમાવીને અરુણાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

દિલીપ મણિપુરમાં CRPFમાં ફરજ બજાવે છે

અરુણાની હત્યા કર્યા બાદ દિલીપ સામેથી અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.

દિલીપ પણ સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ફરજ બજાવે છે અને મણિપુર ખાતે પોસ્ટિંગ થયેલું છે. દિલીપ અરુણાની બાજુના ગામનો વતની છે.

બંને લાંબા સમયથી એકમેકના પ્રેમસંબંધમાં હતા અને બેઉ જણ લગ્ન કરવાનું આયોજન કરતાં હતા. રાત્રે પારિવારીક બાબતમાં બોલાચાલી થતાં અરુણાએ દિલીપની માતા વિશે એલફેલ બોલવાનું શરુ કરતાં દિલીપે હત્યા કરી નાખી હતી. બનાવના પગલે અંજાર પીઆઈ એ.આર. ગોહિલ સહિતની ટીમે તપાસ શરૂ કરી છે.

Share it on
   

Recent News  
૧૩ વર્ષની બાળાના અપહરણ, મજૂરી કરાવી ડામ દેનાર, રેપ કરનાર યુગલને ૨૦ વર્ષની જેલ
 
RTO Traffic Challan Apk ફાઈલ ડાઉનલોડ ના કરોઃ અંજારના વેપારીએ ૧૦.૮૧ લાખ ગુમાવ્યાં
 
ગાંધીધામઃ બે બુકાનીધારી યુવકનો છરીથી હુમલો કરી લાખો રૂપિયાની લૂંટ કરવા પ્રયાસ