click here to go to advertiser's link
Visitors :  
28-Aug-2026, Friday
Home -> Anjar -> Anjar Police caught 5 KG Ganja worth Rs 5 Lakh last night
Saturday, 23-May-2026 - Anjar 38294 views
અંજારમાં અડધી રાતે રહેણાકમાં ત્રાટકી પોલીસે ૨.૫૦ લાખનો ૫ કિલો ગાંજો જપ્ત કર્યો
કચ્છખબરડૉટકોમ, અંજારઃ ‘નો ડ્રગ્ઝ ઈન ઈસ્ટ કચ્છ’ કેમ્પેઈન હેઠળ અંજાર પોલીસે રહેણાકમાં રેઈડ કરીને ૨.૫૦ લાખના મૂલ્યનો ૫ કિલો ગાંજો જપ્ત કરી એક યુવકની ધરપકડ કરી છે. અંજારના શેખટીંબા નજીક ગરાસિયા ફળિયામાં રહેતા મોહમ્મદ ઊર્ફે પોપટ  અબ્દુલ્લ કક્કલ અને તેનો મોટો ભાઈ રિયાઝ ઘરમાં ગાંજો રાખી છૂટક વેચાણ કરતી હોવાની બાતમી મળેલી.

જેના પગલે પીઆઈ એચ.એ. જાડેજા અને પીએસઆઈ એસ.જી. વાળા સહિતની પોલીસ ટીમે સરકારી પંચો સાથે અડધી રાત્રે સાડા ત્રણ વાગ્યે રહેણાકમાં દરોડો પાડ્યો હતો.

ફ્રિજમાં રાખેલા પાંચ કિલો ગાંજા સાથે નાનો ભાઈ ઝડપાયો

ઘરમાં હાજર પોપટે ગાંજો રિયાઝના રૂમમાં રહેલા ફ્રિજમાં રાખ્યો હોવાનું જણાવતાં પોલીસે તેને કબજે કર્યો હતો.  ઝીપ લૉકવાળા પ્લાસ્ટિકના ૬૪ નંગ પાઉચમાં અને થાળમાં ગાંજો રાખવામાં આવ્યો હતો. નાના ભાઈ પોપટ (ઉ.વ. ૨૧)એ પોલીસને જણાવ્યું કે ગાંજો તેનો ભાઈ રિયાઝ લાવ્યો હતો અને બેઉ તેનું છૂટક વેચાણ કરતા હતા. દરોડા દરમિયાન રિયાઝ હાજર મળ્યો નહોતો.

પોલીસની તપાસમાં ઘરમાં મેળવેલું વીજ કનેક્શન ગેરકાયદેસર હોવાનું પણ સ્પષ્ટ થયું છે.

અંજાર પોલીસે બેઉ ભાઈ સામે સરકાર તરફે એનડીપીએસ એક્ટની ધારાઓ તળે ગુનો દાખલ કરીને દરોડામાં ઝડપાયેલાં પોપટની ધરપકડ કરી છે.

Share it on
   

Recent News  
નખત્રાણાના પત્રકારના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના ૧૯.૧૬ લાખ જમા થતાં ફરિયાદ દાખલ
 
શિકારી હોવાની શંકામાં લોરીયાના સીમાડે વન વિભાગના કર્મીઓએ બે યુવકને કૂટી નાખ્યાં!
 
જી.કે. જનરલની મિલ્ક બેન્કમાં વહેતી વાત્સલ્યની સરિતાઃ ૫૩૨ બાળકો માટે બની સંજીવની