click here to go to advertiser's link
Visitors :  
27-May-2026, Wednesday
Home -> Anjar -> Anjar Police busts gamble club running in Farm house at Sinugra Caught 11
Wednesday, 27-May-2026 - Anjar 2103 views
સિનુગ્રાના ફાર્મ હાઉસની જુગાર ક્લબ પર રેઈડઃ ૭૭ લાખના માલ સાથે ૧૧ ખેલી પકડાયાં
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર પોલીસે મધરાતે બે વાગ્યે સિનુગ્રા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દરોડો પાડીને ધાણી પાસાની જુગાર ક્લબનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ક્લબ સંચાલક સહિત ૧૧ ખેલીની ૨૦.૮૧ લાખ રોકડાં રૂપિયા, ૫૦ લાખની ચાર કાર, ૬.૫૦ લાખના મૂલ્યના ૧૪ મોબાઈલ ફોન અને દારૂની બાટલી મળી કુલ ૭૭ લાખ ૩૨ હજાર ૯૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આદિપુરમાં રહેતો ૬૧ વર્ષનો ભીમજી વાલજી વાણિયા (સોરઠીયા) તેના ફાર્મ હાઉસમાં બહારથી ખેલીઓ બોલાવીને, પાંચ હજાર રૂપિયાની નાલ ઉઘરાવીને ધાણી પાસાની જુગાર ક્લબ ચલાવતો હોવાની પોલીસને  બાતમી મળેલી.

મધરાતે ત્રાટકી પોલીસે પાડ્યો રંગમાં ભંગ

અંજાર પોલીસનો કાફલો વૉરન્ટ સાથે મધરાતે બે વાગ્યે ફાર્મ હાઉસમાં ત્રાટક્યો હતો. વાડીમાં સ્વિમિંગ પુલ નજીક ગોળ કુંડાળું વાળીને બેઠેલાં ૧૧ જણ ધાણી પાસાનો દાવ ખેલવામાં વ્યસ્ત હતા. પોલીસે વાડીમાલિક કોણ છે તેમ પૂછતાં ખુરશી પર બેઠેલાં ભીમજીએ હાથ ઊંચો કરીને પોતે વાડીમાલિક હોવાનું જણાવેલું.

ભીમજીની ખુરશી નીચેથી પોલીસને ૫૦૦ના દરની ચલણી નોટોના બંડલો મળી આવ્યાં હતા, જેને ગણતાં ૭.૭૬ લાખ રૂપિયા થયા હતા.

ભીમજીની અંગઝડતીમાંથી પચાસ હજારનો આઈફોન અને ૧૫ લાખની ક્રેટા કારની ચાવી મળી હતી.

♦પોલીસે તમામ ખેલીઓની વારાફરતી અંગઝડતી લેતાં ભાવિન રમણિકભાઈ વાણિયા (ઉ.વ. ૪૦, રહે. વીડી ગામ, અંજાર) પાસેથી ૨૧૦૦ રોકડાં રૂપિયા, ૫૦ હજારના મૂલ્યનો આઈ ફોન અને ૧૦ લાખની કિંમતની ટોયોટા કારની ચાવી મળી આવી હતી. ભાવિન દારૂ પીધેલો હતો અને તેના કબજામાંથી વ્હિસ્કીની અડધી ભરેલી બાટલી મળી આવી હતી.

♦રજાક મામદ જુણેજા (ઉ.વ. ૪૮, રહે. તૈયબા ટાઉનશીપ, ભુજ)ની અંગઝડતીમાંથી ૫ લાખ ૨૬ હજાર ૯૦૦ રોકડાં રૂપિયા, ૨ લાખના મૂલ્યના બે આઈફોન અને ૧૫ લાખની કિઆ સેલ્ટોસ કાર મળી આવી હતી.

♦અલીશા કાસમશા શેખ (ઉ.વ. ૩૧, રહે. શેખ ટીંબો, અંજાર) પાસેથી ૨ લાખ ૩૫ હજાર ૫૦૦ રોકડાં રૂપિયા, ૭૫ હજારનો આઈ ફોન અને ૨૦ હજારનો સેમસંગ ફોન મળી આવ્યા હતા.

♦આમદશા હનીફશા શેખ (ઉ.વ. ૩૧, રહે. શેખ ટીંબો, અંજાર) પાસેથી ૧ લાખ ૨૮ હજાર ૪૦૦ રોકડાં, ૧ લાખના મૂલ્યનો એપલ ફોન અને ૧.૫૦ લાખનો સેમસંગ ફોન મળી આવ્યા હતા.

♦મજીદ હનીફશા શેખ (ઉ.વ. ૨૪, શેખ ટીંબો, અંજાર) પાસેથી ૪૯૦ રોકડાં અને ૧૫ હજારનો વન પ્લસ મોબાઈલ ફોન જપ્ત કરાયો હતો.

♦મયુદ્દીન સુમારશા શેખ (ઉ.વ. ૨૪, શેખ ટીંબો, અંજાર) પાસેથી ૫૦ હજાર ૧૭૦ રોકડાં અને ૧૫ હજારનો વિવો ફોન કબજે કરાયો હતો.

♦સોયબ ઉમરશા શેખ (ઉ.વ. ૨૧, રહે. શેખ ટીંબો) પાસેથી ૧.૨૦ લાખની રોકડ અને ૧૫ હજારનો રિયલ મી ફોન કબજે કરાયો હતો.

♦હિતેશ પ્રેમજી સોરઠીયા (ઉ.વ. ૩૯, રહે. વિજયનગર, અંજાર) પાસેથી ૧ લાખ ૩૬ હજાર ૮૦૦ રોકડાં અને ૩૦ હજારનો સેમસંગ ફોન મળી આવ્યો હતો

♦જુસબશા જમનશા શેખ (ઉ.વ. ૩૬, રહે. હેમલાઈ ફળિયું, અંજાર) પાસેથી ૫૫ બજાર ૫૫૦ રોકડાં, ૧૫ હજારનો ઓપ્પો કંપનીનો ફોન અને ૧૦ લાખની ઈનોવા કાર કબજે કરાઈ હતી

♦ઓસમાણશા ઈબ્રાહિમશા શેખ (ઉ.વ. ૪૩, રહે. મદિનાનગર, અંજાર)ના કબજામાંથી ૫૦ હજાર રોકડાં અને ૧૫ હજારનો સેમસંગ ફોન કબજે કરાયો હતો.

પટમાંથી પોલીસે નવ ગ્લાસ, ધાણી પાસાની ૮ નંગ જોડી, એક પ્લાસ્ટિક પાઈપ અને દારૂની અડધી બાટલી કબજે કરી તમામ વિરુધ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ ચાર અને પાંચ હેઠળ ગુનો નોંધ્યો હતો.પીધેલાં પકડાયેલા ભાવિન વાણિયા વિરુધ્ધ દારુબંધી તળે અલાયદો ગુનો પણ નોંધાયો છે. પીઆઈ એચ.એ. જાડેજા અને પીએસઆઈ એસ.જી. વાળાના નેતૃત્વમાં પોલીસ ટીમે સફળ દરોડો પાડ્યો હતો.

Share it on
   

Recent News  
અંધકારમાં દરિયામાં કોથળા ફેંકાયા ને ATS ICGના કાફલાએ ૧૧૫૦ કરોડનું કોકેઈન ઝડપ્યું
 
ગાંધીધામઃ મોબાઈલ ફોનના વેપારીને મિત્રને મદદ કરવી મોંઘી પડીઃ ૨૨.૭૦ લાખ ગુમાવ્યાં
 
કચ્છના માર્ગો પર કાળચક્ર ફર્યું: માસૂમ બાળક સહિત ચાર જણે અકાળે જીવ ગુમાવ્યાં