|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના દબડામાં આવેલી કરોડો રૂપિયાના મૂલ્યની ખેતીની જમીનને પચાવી પાડવા બોગસ દસ્તાવેજો મારફત વારસાઈ કરાવવાના ગુનામાં પોલીસે આઠ પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. અંજાર પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી દેવજી વેલજી હડીયા (૬૮, રહે. હેમલાઈ ફળિયું, અંજાર) તથા બોગસ પેઢીનામા પંચનામામાં પંચ તરીકે હાજર રહી સહીઓ કરનારા ગિરીશ પરસોત્તમભાઈ બાંભણીયા અને ધનજી શિવજી ચોટારાની ધરપકડ કરી છે. આરોપીઓ સામે દબડાના વેલજીભાઈ હિરજીભાઈ ચોટારાએ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં હજુ પ્રેમજી વેલજી હડીયા, જમનાબેન ધનજી હડીયા, હિરેન ધનજીભાઈ પંચોલી, રવિના ધનજી હડીયા અને ભચા ધરમશી રાજગોર નામના અન્ય પાંચ આરોપીની ધરપકડ હજુ બાકી છે. અંજારના પીઆઈ એ.આર. ગોહિલ અને પીએસઆઈ જી.ડી. ગઢવી સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.
Share it on
|