click here to go to advertiser's link
Visitors :  
09-Sep-2026, Wednesday
Home -> Anjar -> Anjar Mistri Boardings President Dies by Poisoning in Hostel Room
Wednesday, 09-Sep-2026 - Anjar 860 views
અંજારની મિસ્ત્રી બોર્ડિંગના યુવાન પ્રમુખનો હોસ્ટેલના ક્લાસ રૂમમાં ઝેર પીને આપઘાત
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વિજયનગર પાસે આવેલી કચ્છ ગુર્જર ક્ષત્રિય કડિયા (મિસ્ત્રી) સમાજ સંચાલિત મિસ્ત્રી બોર્ડિંગના પ્રમુખે અગમ્ય કારણોસર ઝેર પીને આત્મહત્યા કરી લેતાં ગુર્જર ક્ષત્રિય સમાજમાં આઘાત છવાઈ ગયો છે. મૃતક પાર્થ જશવંતભાઈ ચાવડા (ઉ.વ. ૩૨, રહે. મૂળ ચંદિયા, અંજાર)નો ગઈકાલે બપોરે મિસ્ત્રી બોર્ડિંગના ક્લાસ રૂમમાંથી ઝેરી પીણું પીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આજે સવારે ચંદિયામાં મૃતકની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

પાર્થ ચાવડા દેના ગુજરાત ગ્રામિણ બેન્કમાં નોકરી કરવા સાથે સમાજના કેળવણી મંડળના પ્રમુખ તરીકે છાત્રોના ઉત્કર્ષ અને હોસ્ટેલ સંચાલનની કામગીરી સંભાળતા હતા. સ્વજનો ઘેરાં આઘાતમાં હોઈ આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થયું નથી.

Share it on
   

Recent News  
નજીવી વાતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈ નાનપણના મિત્રએ જ મિત્રને પથરો મારી પતાવી દીધો
 
રેલવે પ્લેટફોર્મ પર બાઈક સ્ટંટની રીલ બનાવતાં યુવકોને અટકાવાતાં તોડફોડ, હુમલો
 
इसकी टोपी उसके सर! હવે સામખિયાળીના મની ટ્રાન્સફરવાળા સાથે ૧.૭૫ લાખની ઠગાઈ