click here to go to advertiser's link
Visitors :  
27-Jun-2026, Saturday
Home -> Anjar -> 6.52 Lakh Siphoned from Bank Accounts by Cyber Fraudsters in Anjar
Wednesday, 13-May-2026 - Anjar 33386 views
બેન્કમાંથી બારોબાર ૬.૫૨ લાખ ઉપડી ગયાં! અંજારના વેપારી અને તેના ભાભી જોડે ઠગાઈ
કચ્છખબરડૉટકોમ, અંજારઃ સામાન્ય રીતે સાયબર ગઠિયાઓ કોઈને કોઈ રીતે તમારા મોબાઈલને ટાર્ગેટ કરીને અથવા હૅક કરીને બેન્ક ખાતામાંથી ઓનલાઈન રૂપિયા કાઢી લેતાં હોય છે. પરંતુ, અંજારના વેપારી અને તેના ભાભીના ખાતામાંથી અજાણ્યા ચીટરોએ ભેદી રીતે બારોબાર ૬.૫૨ લાખ રૂપિયા કાઢી લીધાં છે.
બેન્કમાં ચેક જમા કરાવવા ગયા ત્યારે ખબર પડી

અંજારના દેવનગરમાં રહેતા અને બિલ્ડીંગ મટિરિયલનો વેપાર કરતા લખધીરસિંહ ચુડાસમા સોમવારે ચેક જમા કરાવવા માટે એક્સિસ બેન્કમાં ગયા ત્યારે તેમને ખબર પડેલી કે તેમના ખાતામાંથી રવિવારે જુદાં જુદાં આઠ ટ્રાન્ઝેક્શનથી ૪.૮૯ લાખ રૂપિયા અન્યના અજાણ્યા ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયાં છે. વેપારીના ભાભી બેન્ક ઑફ બરોડામાં ખાતું ધરાવે છે જેમાં તેમનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે.

વેપારીએ ભાભી સાથે જઈને BOBનું ખાતું ચેક કરતાં તે ખાતામાંથી પણ શુક્રવાર અને શનિવારે જુદાં જુદાં નવ ટ્રાન્ઝેક્શન મારફતે ૧ લાખ ૬૨ હજાર ૯૯૩ રૂપિયા ઉપડી ગયાં હતા.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે તેમણે કોઈને પેમેન્ટ ટ્રાન્સફર કર્યું નથી. કોઈ ઓનલાઈન શોપિંગ કર્યું નથી. કોઈને નેટ બેન્કિંગનો આઈડી પાસવર્ડ આપેલો નથી કે કોઈ જોડે ઓટીપી શેર કર્યો નથી. ત્યારે સાયબર ચીટરોએ કઈ યુક્તિથી ૬.૫૨ લાખ રુપિયા ઉપાડી લીધાં તે અંગે અંજાર પોલીસે ગહન તપાસ હાથ ધરી છે.

આ રીતે ઓનલાઈન ફ્રોડ થાય તો બેન્કોમાં કોના રૂપિયા સલામત રહેશે? તે એક ગંભીર સવાલ છે.
Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!