click here to go to advertiser's link
Visitors :  
10-Oct-2026, Saturday
Home -> Vishesh -> Victim Mercilessly Thrashed with Sticks Allegedly Held by Mandvi Police from last week
Saturday, 11-Apr-2026 - Mandvi 95026 views
માંડવીમાં જેને નિર્દયતાથી માર મરાયો તે પીડિત અઠવાડિયાથી પોલીસના જ કબજામાં છે!
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીમાં નેપાળી યુવકને લાકડી ધોકાથી નિર્દયતાથી માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં બાદ જાગેલી માંડવી પોલીસે માર મારનાર ત્રણ અજાણ્યા શખ્સો પર ગુનો દાખલ કર્યો છે. વાયરલ વીડિયોના આધારે માંડવી પોલીસે ૯ એપ્રિલના રોજ સરકાર તરફે દાખલ કરેલી. ફરિયાદમાં ત્રણ અજાણ્યા માણસોએ અજાણ્યા માણસને માર મારી ઈજાઓ પહોંચાડી જાહેરમાં ગાળો આપતાં હોવાનું જણાવ્યું છે. બોલો, જેણે માર ખાધો તે પોલીસ કબજામાં છે ને આરોપીઓ આઝાદ છે!

આપ જાણીને ચોંકી ઉઠશો કે પોલીસે જેને ફરિયાદમાં અજાણ્યો માણસ દર્શાવ્યો છે તે નેપાળી યુવક તેના પર અત્યાચાર ગુજારાયો તે રાત્રિથી માંડવી પોલીસના જ કબજામાં છે! સૂત્રોમાંથી મળેલી આ માહિતી ખૂબ ચોંકાવનારી છે.

પોલીસ સામે ઉઠતાં અનેક ગંભીર સવાલો

સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ યુવક માંડવી પોલીસ પાસે પહોંચ્યો કઈ રીતે? શું તેને માર મારનારાં પોલીસ પાસે લઈ ગયેલાં? કે ઘાયલ યુવક જાતે અત્યાચાર ગુજારનારાં લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવવા ગયેલો? પીડિત યુવક તેને માર મારનારાં લોકો સામે ફરિયાદ ના નોંધાવે તે હેતુથી પોલીસે તેને પોતાના કબજામાં રાખ્યો છે?

પીડિત યુવકની હાલત ગંભીર છે તો પોલીસે તેની ક્યાંય સારવાર કરાવી છે કેમ? આ તો સ્પષ્ટ રીતે મેડિકો લિગલ કેસ છે. પરંતુ, આવો કોઈ મેડિકો લિગલ કેસ નોંધ્યો હોવાનું પોલીસે હજુ સુધી જાહેર કર્યું નથી.

માની લો કે પીડિત યુવકે કોઈ ગુનો આચર્યો હોય તો પોલીસે શા માટે તેની સામે કોઈ ગુનો દાખલ કર્યો નથી?

હોમગાર્ડ જવાનને શા માટે છાવરે છે પોલીસ?

યુવક પર થતાં અત્યાચાર વખતે ત્યાં એક ખાખી વર્દીધારી ચૂપચાપ તમાશો જોતો ઊભો હતો. ખુદ પીઆઈ ચેતક બારોટે જણાવેલું કે તે હોમગાર્ડ જવાન હતો. તો આ હોમગાર્ડને શા માટે ફરજચૂક બદલ આરોપી બનાવાયો નથી અથવા એક્શન લેવાયાં નથી.

નરાધમ યુવકો કોણ છે તેને હોમગાર્ડ ઓળખે છે છતાં કેમ હજુ સુધી માંડવી પોલીસે ત્રણે નરાધમોને પકડ્યાં નથી?

પોલીસ હજુ એક જ રટણ કરી રહી છે કે તપાસ ચાલું છે! વીડિયો રેકોર્ડ કરી વાયરલ કરનાર ચોથા યુવકને પણ પોલીસે ધરાર આરોપી બનાવ્યો નથી.

DGP તટસ્થ તપાસ કરાવી એક્શન લે તે અનિવાર્ય

ગંભીર રીતે ઘાયલ નિર્દોષ યુવકને પોતાના કબજામાં રાખીને બેઠેલી માંડવી પોલીસનું આ કરતૂત જોતાં ગુજરાતના પોલીસ વડા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તટસ્થ તપાસના આદેશો આપીને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક એક્શન લે તે અનિવાર્ય છે. આ મામલો માનવ અધિકારોના હનન, લિન્ચીંગ, આરોપીઓને છાવરવા માટેની પોલીસની મેલી મથરાવટી સહિતના અનેક મુદ્દાને સ્પર્શે છે. 

Share it on
   

Recent News  
૩૨ મજૂરોને ભરીને નીકળેલી બોલેરોને બલ્કર ટકરાયું: ૭ મોત: ૨૭ ઘાયલઃ મોદી દ્રવી ગયાં
 
૧૪ વર્ષના કિશોર પર કારમાં કુકર્મ આચરનારાં દયાપરના હવસખોર યુવકને ૨૦ વર્ષની જેલ
 
પાકિસ્તાની ખજૂર ઈમ્પોર્ટકાંડમાં ઈન્દોરના પિતા પુત્રોની જામીન અરજી કૉર્ટે ફગાવી