કચ્છખબરડટકોમ, ભુજઃ ભાજપના આગેવાન અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી સામે દુષ્કર્મ સહિતની કલમો તળે સુરતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરનાર પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં અન્ય કેટલાંક ચોંકાવનારાં ઘટસ્ફોટ કર્યાં છે. પીડિતાની ફરિયાદમાંથી ઉઠેલાં નવા મુદ્દા પોલીસ માટે ગહન તપાસનો વિષય બન્યાં છે. પીડિતા મૂળ લાઠીની વતની, સહાધ્યાયી મારફતે જયંતીભાઈના સંપર્કમાં આવી
21 વર્ષિય પીડિતા મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના એક ગામની વતની છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, કૉલેજમાં ભણતી હતી ત્યારે સહાધ્યાયી મારફતે તે જયંતીભાઈના સંપર્કમાં આવી હતી. પીડિતાને ફેશન ડિઝાઈનીંગ કૉલેજમાં એડમિશન લેવું હતું. જયંતીભાઈએ સહાધ્યાયીની બહેનનું એનઆઈડીમાં એડમિશન કરાવી આપ્યું હોઈ સહાધ્યાયીએ તેને જયંતીભાઈનો સંપર્ક કરવા સૂચન કર્યું હતું.
જયંતીભાઈ પીડિતાને ફોનસેક્સ કરવા ફરજ પાડતા હતા
ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે જયંતીભાઈ અવારનવાર પોતે નગ્ન થઈ તેને વિડિયો કૉલીંગ કરતા હતા. તે પીડિતાને પણ નગ્ન થઈ ફોન સેક્સ કરવા ફરજ પાડતા હતા. આ રીતે જયંતીભાઈએ તેને પાંચથી છવાર વિડિયો કૉલીંગ કરી ફોન સેક્સ કરવા મજબૂર કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. દરમિયાન, સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જયંતીભાઈની આવી કેટલીક ક્લિપ પીડિતાએ પુરાવારૂપે પોલીસને સુપ્રત કરી છે.
પીડિતાના ફોટોવાળું તુલસીબેન નામનું બોગસ આધારકાર્ડ બનાવાયું?
ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે ગત માર્ચ મહિનામાં જયંતીભાઈએ તેને ફોન કરી અમદાવાદ બોલાવી હતી. અમદાવાદ આવ્યા બાદ જયંતીભાઈએ તેને જણાવ્યું હતું કે તેમને અરજન્ટ કામે દિલ્હી જવાનું થયું હોઈ હું અમદાવાદ એરપોર્ટ બાજુ છું. હું મારા ડ્રાઈવરને ગાડી લઈ મોકલું છું તું અહીંયા આવી જા. ત્યારબાદ મહિન્દ્રા ગાડી લઈ જયંતીભાઈનો ડ્રાઈવર તેને લેવા આવ્યો હતો અને એરપોર્ટ નજીક આવેલી હોટેલ ઉમેદમાં તેને લઈ ગયો હતો. જ્યાં ડ્રાઈવરે તેને તુલસીબેન નામનું તેના જ ફોટોગ્રાફવાળું એક આધારકાર્ડ આપી જયંતીભાઈના રૂમમાં જવા કહ્યું હતું. જયંતીભાઈએ હોટેલમાં પીડિતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા બાદ તેને કહ્યું હતું કે હવે હું તને કહું ત્યાં તારે જવાનું છે પરંતુ તેણે ના પાડી દેતાં તેમણે ઉશ્કેરાઈ જઈ તેની સાથે ગાળાગાળી કરી તેને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ 24 એપ્રિલના રોજ પીડિતાને ઘરે જયંતીભાઈના માણસોએ આવી તેની માતા-નાના ભાઈની હાજરીમાં બળજબરીપૂર્વક એક અરજી અને લાલ ચોપડામાં સહી કરાવી લઈ તેને પેન ડ્રાઈવ આપી તે જોયા બાદ જેન્તીભાઈને ફોન કરજે તેમ જણાવ્યું હતું.
પોલીસે વિવિધ 15 ભારેખમ કલમો તળે જયંતીભાઈ વિરુધ્ધ FIR નોંધી
પીડિતાએ ઈન કેમેરા આપેલાં નિવેદન અને પુરાવા વગેરેને અનુલક્ષીને સરથાણા પોલીસે જયંતી ભાનુશાલી વિરુધ્ધ છેતરપિંડી, દુષ્કર્મ, ધાક-ધમકી આપવી તેમજ આઈટી એક્ટ સહિતની વિવિધ 15 ભારેખમ કલમો તળે ફર્સ્ટ ઈન્ફોર્મેશન રીપોર્ટ દાખલ કર્યો છે. આ કલમોમાં ભારતીય દંડસંહિતા (IPC) 376(2) N, 294 (ખ), 506 (2), 406, 420, 342, 465, 471, 354, 354(A), 354(B), 365, 366, 114 તેમજ આઈટી એક્ટ 66(E)નો સમાવેશ થાય છે.
Share it on
|