click here to go to advertiser's link
Visitors :  
04-Nov-2025, Tuesday
Home -> Bhachau -> Factory Worker Kills Co worker by Striking Head with Pipe In Shikara Bhachau
Monday, 30-Jun-2025 - Bhachau 61768 views
ભચાઉના શિકરાની ફેક્ટરીમાં સાથી મજૂરે માથામાં પાઈપ ફટકારીને યુવકની હત્યા કરી
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના શિકરામાં આવેલી ગુડલક મેટાલિક કંપનીની લેબર કોલોનીની એક જ રૂમમાં રહેતાં બે મજૂરો વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલી હત્યાના બનાવમાં પરિણમી છે. સામાન્ય ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને એક મજૂરે સાથી મજૂરના માથામાં લોખંડની પાઈપ ફટકારીને તેની હત્યા કરી છે. મધરાત્રે સાડા બારના અરસામાં હત્યામાં બનાવ બન્યો હતો.

ફરિયાદી વિજયસિંહ ગૌડ (રહે. કોરબા, છત્તીસગઢ)એ પોલીસને જણાવ્યું કે તે અને તેનો કૌટુંબિક ભત્રીજો સરવનસિંહ ઈતવારસિંહ, આરોપી રાજકુમાર ભોલા (રહે. કટની, મધ્યપ્રદેશ) સહિતના ૬ મજૂરો દસ નંબરની ઓરડીમાં રહે છે.

ગત મધરાત્રે બાર વાગ્યાના અરસામાં સરવન અને રાજકુમાર એકમેસ સાથે બોલાચાલી કરતાં કરતાં બહારથી રૂમ પર આવેલાં.

તેમની બોલાચાલી સાંભળીને ફરિયાદી ઉઠી ગયો હતો અને બેઉની શાંત પાડી સૂઈ ગયો હતો. અડધો પોણો કલાક બાદ રૂમમાં રહેતા સાથી મજૂર પ્રમોદે તેને ઊંઘમાંથી ઉઠાડ્યો હતો. પ્રમોદે તેને જણાવ્યું હતું કે સરવન અને રાજકુમાર ફરી ઝઘડ્યાં છે અને રાજકુમારે તેના માથામાં લોખંડની પાઈપ ફટકારી દેતાં તે રૂમ બહાર નીચે પડી ગયો છે.

વિજય દોડીને રૂમ બહાર આવતાં સરવન લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યો હતો અને થોડે દૂર રાજકુમાર હાથમાં પાઈપ લઈને ઊભો હતો.

બનાવના પગલે સિક્યોરીટી ગાર્ડ દોડી આવ્યો હતો અને રાજકુમારના હાથમાંથી પાઈપ છીનવી લઈને એમ્બ્યુલન્સ બોલાવી હતી. સરવનને તત્કાળ સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ હોસ્પિટલે તેને ભચાઉ સરકારી હોસ્પિટલમાં રીફર કર્યો હતો.

સરકારી હોસ્પિટલના તબીબે સરવનને સારવાર પૂર્વે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

ઘટના અંગે જાણ થતાં મધરાત્રે ભચાઉના પીઆઈ એ.એ. જાડેજા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીને રાઉન્ડ અપ કરી લેવાયો છે. ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શનમાં પોલીસે બનાવ અંગે ગહન તપાસ શરૂ કરી છે.

Share it on
   

Recent News  
દીકરીના પ્રેમલગ્નની અદાવતમાં બિદડામાં સરાજાહેર હત્યાઃ વૃધ્ધ મહિલાને જામીનની ના
 
પતિની મદદથી પડાણાના યુવકના ૫.૫૮ કરોડ પડાવવાના ગુનામાં મુંબઈની સીમરનની ધરપકડ
 
ગાંધીધામના આંગડિયા સંચાલકનું અપહરણ કરવાના ગુનામાં વધુ એક ખૂંખાર આરોપી ઝડપાયો