કચ્છખબરડૉટકોમ, નારાયણ સરોવરઃ દેવદિવાળીના પર્વ નિમિત્તે તીર્થધામ નારાયણ સરોવર ખાતે પૌરોણિક પરંપરા અનુસાર ધામધુમથી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગીરના બ્રહ્મલીન ગાદીપતિ આનંદલાલજી મહારાજ ગુરુ મધુસૂદનલાલજી મહારાજે જે પરંપરા અને વિધિ મુજબ તુલસી વિવાહનું આયોજન કરતા હતા તે મુજબ યજમાનોએ પ્રસંગને પાર પાડ્યો હતો. મુખ્ય યજમાનપદે માંડવીના ઉર્મિલાબેન જનકભાઈ પરમાર અને સહયજમાન તરીકે માતાના મઢના વર્ષાબેન મુકેશભાઈ જોશી તેમજ માધાપર જૂનાવાસના અંબામંડળની મહિલાઓ રહી હતી. તુલસી વિવાહ નિમિત્તે ભગવાનનો વરઘોડો મુખ્ય બજાર થઈ લગ્નમંડપમાં પ્રવેશ્યો હતો. જેમાં હર્ષભેર સહુ ભક્તજનો જોડાયાં હતા અને મંદિર પરિસરમાં આનંદોચ્છવ ફેલાઈ ગયો હતો. આચાર્ય પંડિત વિઠ્ઠલદાસ ચાદપારના નેતૃત્વમાં લગ્નગીત, મંગળફેરા અને આરતી સહિતના કાર્યક્રમો સાથે લગ્નવિધિ સંપન્ન થઈ હતી. કાર્યક્રમમાં મંદિરના મુખિયાજી વસંત જમનાદાસ જોશી, પૂજારી દિનેશ જોશી, મુકેશ જોશી, ભાવેશ જોશી, કારભારી સોનલ પણિયાએ જહેમત ઉઠાવી હતી.
Share it on
|