કચ્છખબરડૉટકોમ,ભુજઃ હજારો મુસ્લિમ યુવકોને વ્યસનોથી પરત વાળનારાં અને કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં બહોળા અનુયાયી ધરાવતા મુસ્લિમ ધર્મગુરુ-સૂફી સંત સૈયદ હાજી નઝમુલ હસન રીયાઝઉલ હસન જાયસી નક્શબંદી 71 વર્ષની ઉમ્રએ ખુદાની રહેમતે પહોંચ્યાં છે. ભુજમાં જેષ્ઠાનગર ખાતે આવેલાં નિવાસસ્થાને આજે સવારે 11 વાગ્યે તે વફાત પામ્યાં હતા. તેમના નિધનના સમાચાર સાંભળી લાખ્ખો અનુયાયીઓમાં ગમગીની પ્રસરી ગઈ છે. સૈયદ હાજી નઝમુલ હસન બાવાએ તેમની ધાર્મિક વિદ્વતા અને સતકાર્યોના કારણે મુસ્લિમ સમાજમાં આદરભર્યું સ્થાન મેળવ્યું હતું. આજે રાત્રે સાડા 8 વાગ્યે જેષ્ઠાનગરસ્થિત નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળશે. ભુજના મોટા પીર રોડસ્થિત દારૂલ ઉલૂમ આલા હઝરત ટ્રસ્ટ ખાતે તેમની નમાઝે-જનાજા પઢવામાં આવશે અને ત્યાં જ દફનવિધિ કરવામાં આવશે.
Share it on
|