કચ્છખબરડૉટકોમ, ભુજ/મુંદરાઃ મહેશ્વરી મેઘવાળ સમાજના આરાધ્ય ઈષ્ટદેવ પરમપૂજ્ય શ્રી ધણી માતંગદેવની ૧૨૬૬મી જન્મજયંતીની કચ્છ સહિત દેશ-વિદેશના મહેશ્વરી-મેઘવાળ સમાજે ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુંદરા, ગાંધીધામ, આદિપુર, અંજાર સહિત વિવિધ શહેરોમાં શોભાયાત્રા-સામૈયા કાઢવામાં આવ્યા હતા. અખિલ કચ્છ મહેશ્વરી સમાજના આદેશાનુસાર પુલવામાના આતંકી હુમલામાં શહીદ થનાર જવાનોને અંજલિ અર્પવામાં આવી હતી. શહીદોને આદરાંજલિ સાથે મહેશ્વરી સમાજના અથર્વવેદ આધારિત જ્ઞાનકંથન ઓમારા સાથે દેશભક્તિના ગીતો વગાડી સામૈયા કાઢવામાં આવ્યા હતા. મુંદરામાં બસ સ્ટેશન વિસ્તાર અને માંડવી ચોક ખાતે શહીદોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે સ્વયંભૂ ટ્રાફિક વ્યવહાર થંભી ગયો હતો અને આજુબાજુના દુકાનદારો-રાહદારીઓએ પણ બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ પ્રસંગે મુંદરા મહેશ્વરી સમાજના પ્રમુખ મગનભાઈ ધુઆ, મહામંત્રી ભવાનભાઈ સોધમ સાથે સમાજના આગેવાનો અશોકભાઈ વી. મહેશ્વરી, મેઘજીભાઈ સોધમ, અશોકભાઈ ગડણ, દામજીભાઈ સોધમ, ડૉ. એલ.વી ફફલ, ડૉ. જગદીશભાઈ ધુઆ, કચ્છ મહેશ્વરી સમાજ ઉપપ્રમુખ કાનજીભાઈ સોંધરા, ભરતભાઈ પાતારીયા, હરેશભાઈ મોથારીયા, નારાણભાઈ સોધમ, એડવોકેટ રવિભાઈ મહેશ્વરી, રમેશભાઈ આયડી, હિરજીભાઈ સીજુ, ગોવિંદભાઈ સીંચ કિરણભાઈ ધુઆ વગેરે શોભાયાત્રા-સામૈયામાં જોડાયા હતા. તો, માઘસ્નાન વ્રતધારી મુખી રાજેશભાઈ સીજુ, કાનજીભાઈ સીજુ, માવજીભાઈ ચુંઈયા, ભરતભાઈ ડી. સોધમ, પરેશભાઈ સોધમ, ભરતભાઈ વી.સોધમ, મહેશભાઈ ધુઆ, ગોવિંદભાઈ ખાંખલા, મનોજભાઈ સીજુનું સમાજના અગ્રણીઓએ સન્માન કર્યું હતું.
Share it on
|