કચ્છખબરડૉટકોમ, લંડન(ડૉ.હિરજી ભુડીયા) વતનથી હજારો કિલોમીટર દૂર વસવાટ છતાં કચ્છીઓ હૃદયમાં વતન અને અહીંની સંસ્કૃતિ-પરંપરાને ધબકતી રાખીને જીવી રહ્યાં છે. લંડનમાં વસતાં એનઆરઆઈ કચ્છી પરિવારોએ પણ પરંપરાગત હોલિકા દહન કરી હોળીના પર્વની ઉજવણી કરી છે. લંડનના હેરો સીટીના પરગણાં સમાન સ્ટેનમોર ખાતે ભુજ મંદિર તાબાના સ્વામિનારાયણ મંદિર દ્વારા પરંપરાગત હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છી પરિવારો ઉપરાંત હેરોમાં વસતાં અનેક ગુજરાતી પરિવારો જોડાયાં હતા. વતનથી દૂર રહેવા છતાં અહીં પ્રત્યેક ભારતીય પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. વિદેશવાસી કચ્છીઓની ઉજવણીના વાવડ વતનવાસીઓને આપીને કચ્છખબર 'પાંજે કચ્છ જા વાવડ'ના સૂત્રને તમામ અર્થમાં સાર્થક કરી રહ્યું છે.
Share it on
|