click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Religion -> Hindu organisations will celebrate RamNavmi in Bhuj with bike rally
Thursday, 04-Apr-2019 - Bhuj 9994 views
ભુજમાં રામનવમીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓઃ બાઈક રેલી-સમૂહ પ્રસાદનું આયોજન
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભગવાન રામનો પ્રાગટ્યોત્સવ એટલે રામનવમી. આગામી 14મી એપ્રિલના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ હિંદુ સંગઠનોએ ભુજમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. રામનવમીના પર્વે ભુજના સનાતન હિન્દુ સમાજ, હિન્દુ યુવા સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો-હોદ્દેદારોએ સાથે મળીને 14મીની સાંજે ભુજમાં વિશાળ બાઈક રેલી યોજવા આયોજન કર્યું છે. જેમાં જોડાવા સમસ્ત હિન્દુ સમાજને આહવાન કરાયું છે.

'જય જય શ્રીરામ'ના નારા સાથે ભુજના રામધૂન પાસેથી બાઈક રેલી નીકળશે અને સમગ્ર શહેરમાં ઘુમી વળશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના કાર્યકરો વિવિધ મંડળો, સામાજિક સંસ્થાઓ અને સમાજના આગેવાનો સાથે બેઠક યોજી રહ્યાં છે. બાઈક રેલી સંપન્ન થયા બાદ રામધૂન પાસે સમૂહ પ્રસાદનું સૌને ઇજન અપાયું છે. હિન્દુ યુવા સંગઠન, ભુજના અધ્યક્ષ પ્રકાશભાઈ રાજગોર, ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ જોશી, જયદીપ ગોસ્વામી, અમિતભાઇ રાજગોર, વિશ્વ હિન્દુ પરિષદ, ભુજના અધ્યક્ષ જયપાલસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ નીલ રબારી, કપિલ કેશવાની અને અન્ય હોદ્દેદારો-કાર્યકરો રામનવમીની ઉજવણીને ભવ્યાતિભવ્ય બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે. માહિતી માર્ગદર્શન માટે ખાસ હેલ્પલાઈન શરૂ કરાઈ છે. હેલ્પલાઈન નંબર 9925810670 પર પ્રકાશભાઈ રાજગોર સાથે વાત કરી માહિતી મેળવી શકાશે.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં