કચ્છખબરડૉટકોમ, ડેસ્કઃ અમેરિકાના વર્જિનીયા સીટીમાં આવેલા 3 દાયકા જૂના પોસ્ટમાઉથ ચર્ચને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરે ખરીદી લીધું છે. હવે આ ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં ફેરવવામાં આવશે. ચર્ચ મંદિરમાં પરિવર્તિત થઈ જાય ત્યારબાદ મૂર્તિઓનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. વર્જિનીયામાં દસ હજાર જેટલા ગુજરાતીઓની વસવાટ છે. મોટાભાગના ઉત્તર ગુજરાત, ચરોતર અને કચ્છના લોકો છે. શહેરમાં આ પહેલું સ્વામિનારાયણ મંદિર બનશે. 5 એકરમાં 18 હજાર ચોરસ ફૂટના બાંધકામ સાથેનું આ ચર્ચ 1.6 મિલિયન યુએસ ડોલરમાં ખરીદવામાં આવ્યું છે. તેના પાર્કિંગમાં એકસાથે દોઢસો કાર ઉભી રહી શકે છે. મણિનગર ગાદી સંસ્થા દ્વારા અમેરિકાનું આ છઠ્ઠું અને વિશ્વનું નવમું ચર્ચ મંદિરમાં પરિવર્તિત કરવામાં આવશે. આ પૂર્વે અમેરિકામાં કેલિફોર્નિયા, લૂઈસવિલે, પેન્સીલ્વેનિયા, લોસ એન્જલસ અને ઓહાયના ચર્ચને મંદિરમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. એ જ રીતે, બ્રિટનમાં લંડન અને બોલ્ટનમાં બે ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં ફેરવવામાં આવ્યા છે.
Share it on
|