click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Rapar -> Two dies in two car collision on Bhimasar Rapar road
Sunday, 09-Feb-2025 - Aadesar 67613 views
ભીમાસર પાસે બે કાર વચ્ચે સામસામી ટક્કરમાં અલ્ટોમાં સવાર બે આહીર ગૃહસ્થના મોત
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના ભીમાસર ગામ પાસે બે કાર વચ્ચે થયેલી સામસામી ટક્કરમાં અલ્ટોમાં સવાર બે જણનાં ગંભીર ઈજાથી મૃત્યુ પામ્યાં છે. ભીમાસર પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ બનાવ બપોરે બાર વાગ્યા આસપાસ ભીમાસર ગામના પાવરહાઉસ પાસે બન્યો હતો. અર્ટિગા કાર રાપર તરફથી આવતી હતી અને અલ્ટો કાર આડેસરથી રાપર તરફ જતી હતી ત્યારે બંને વચ્ચે સામસામી ટક્કર થઈ હતી.

એક્સિડેન્ટમાં અલ્ટો કારમાં બાબુભાઈ માદેવા હુંબલ (ઉ.વ. ૬૩, રહે. નીંગાળ, અંજાર) અને શંભુભાઈ ભીખાભાઈ વરચંદ (ઉ.વ. ૪૩, રહે. ચોબારી)ના મૃત્યુ નીપજ્યાં છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં