click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Rapar -> Trader Publicly Attacked and Robbed for Supporting Congress Candidate in Rapar
Tuesday, 05-May-2026 - Rapar 57053 views
કોંગ્રેસ ઉમેદવારની તરફેણ બદલ રાપરમાં સિમેન્ટ વિક્રેતાને માર મારી લૂંટ કરાઈ
કચ્છખબરડૉટકોમ, રાપરઃ તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે વેરઝેર રાખીને રાપરમાં સિમેન્ટ વિક્રેતાને બે જણે માર મારીને ૨૨૦૦ રૂપિયાની લૂંટ કરી હોવાનો બનાવ બન્યો છે. બનાવ અંગે ૪૭ વર્ષિય પ્રેમજીભાઈ પટેલ (મીણાત)એ રાપર પોલીસ મથકે નીલપર ગામના સહદેવ ધીરૂભા જાડેજા અને મહિપત ટપુસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી પ્રેમજીભાઈ મૂળ નીલપર ગામનો વતની છે અને રાપરમાં રહીને વર્ષોથી દેના બેન્ક ચોકમાં સાવલા સિમેન્ટ એજન્સી નામથી સિમેન્ટનો વેપાર કરે છે. ગઈકાલે બપોરે પ્રેમજીભાઈ બાઈક પર ઘરેથી નીકળી સિમેન્ટ એજન્સી તરફ જતા હતા ત્યારે વિકાસવાડી સ્કુલ પાસે રસ્તામાં હાથ દેખાડીને સહદેવે તેમને અટકાવ્યાં હતા. સહદેવે અગાઉ પોતાની દુકાનેથી સિમેન્ટ ખરીદેલો હોઈ ફરિયાદી તેને ઓળખતો હતો.

પહેલાં રસ્તામાં અટકાવી માર્યો, પછી દુકાને જઈ હુમલો

સહદેવ અને મહિપત બેઉ જણે ‘તું હમણાં ચૂંટણીમાં અમને ઘણો નડતરરૂપ થયેલો, તને રૂપિયાનો પાવર છે, આજે તને છોડીશું નહીં’ તેમ કહીને બેઉ જણે ગળું પકડીને ફરિયાદીને લાફા અને મુક્કાથી મુઢ માર મારવાનું શરૂ કરેલું.

સહદેવે ફરિયાદીના ખિસ્સામાં હાથ નાખીને ૨૨૦૦ રૂપિયા કાઢી લઈ લૂંટી લીધેલાં. ફરિયાદીએ રાડારાડ કરી મૂકતાં લોકોનું ટોળું એકઠું થઈ જતાં બેઉ જણ તેને પતાવી દેવાની ધમકી આપીને ત્યાંથી જતાં રહેલાં.

થોડાંક કલાકો બાદ સાંજે પાંચ વાગ્યે બેઉ જણ ફરી પ્રેમજીની દુકાને આવેલાં અને ‘ત્યાં તો ઘણાં લોકો ભેગાં થઈ ગયેલાં એટલે તું બચી ગયેલો, પરંતુ અહીં તો તને માર્યાં વગર નહીં મૂકીએ’ ફરી દુકાને માર મારેલો. સહદેવે ટેબલ પર પડેલું સ્ટેપલર મારતાં પ્રેમજીની જમણી આંખમાં ઈજા થયેલી. લોકો એકઠાં થતાં બેઉ જણ ત્યાંથી નાસી ગયેલાં.

કોંગી ઉમેદવારની ફેવર બદલ હુમલો કરાયોઃ પોલીસ

રાપર પોલીસે જણાવ્યું બેઉ હુમલાખોરો હજુ ઝડપાયાં નથી. જિલ્લા પંચાયતની ગાગોદર બેઠક પર કોંગ્રેસ વતી નીલપર ગામના સરપંચ ભીખુભાઈ સોલંકી ઊભાં રહેલાં. ભીખુભાઈના સમર્થનમાં કામ કરવા બદલ પ્રેમજીભાઈ પર ભાજપ સાથે સંકળાયેલાં બેઉ જણે આ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?