click here to go to advertiser's link
Visitors :  
22-Sep-2026, Tuesday
Home -> Kutch -> Sudden 30 Minute Blackout Plunges Kutch Villages into Darkness Without Warning
Monday, 21-Sep-2026 - Bhuj 1979 views
સરહદી કચ્છમાં વગર યુધ્ધે અચાનક તમામ ગામોમાં અડધો કલાક અંધારપટ કરી દેવાયો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સરહદી કચ્છ જિલ્લાના તમામ ગામોમાં આજે સમી સાંજે એકાએક અંધારપટ છવાઈ જતાં વીજ કચેરીઓના ફોન ધણધણી ઉઠ્યાં હતા. આપાતકાલિન સંજોગો સિવાય આ પ્રકારની પરિસ્થિતિનું ભાગ્યે જ નિર્માણ થતું હોય છે. કોઈ ગંભીર ફોલ્ટને લઈને વીજ ગ્રીડમાં કોઈ ટેકનિકલ ડિસ્ટર્બન્સ ના સર્જાય તે હેતુથી વીજ પુરવઠો બંધ કરવા ગેટકો દ્વારા સૂચના અપાઈ હતી. આ ટેકનિકલ ફોલ્ટ શું હતો તે અંગે કશી સ્પષ્ટતા કરાઈ નથી. ૩૦-૪૦ મિનિટ બાદ વીજ પુરવઠો ફરી કાર્યરત કરી દેવાયો છે.
કચ્છના ૨૭૦ JGY ફીડરો બંધ કરાયાં

GETCOના ટૂંકા નામે પ્રચલિત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના અંજારસ્થિત કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર કચ્છના ભુજ અને અંજાર સર્કલના ગામડાઓમાં કાર્યરત જ્યોતિગ્રામ યોજના (JGY) ફીડર બંધ કરવા સૂચના અપાઈ હતી. જેના પગલે પોણા આઠ બાદ ટપોટપ તમામ JGY ફીડરનો વીજ પુરવઠો બંધ કરી દેવાતાં ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક અંધારપટ છવાઈ ગયો હતો. પશ્ચિમ કચ્છ PGVCL દ્વારા JGYના તમામ ૨૦૦ ફીડર અને અંજાર PGVCL દ્વારા ૭૦ ફીડરનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો.

વીજ ગ્રાહકોમાં મચ્યો દેકારો

GETCOના આદેશના પગલે ગ્રામ્ય વિસ્તારોના સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર્સ પર વીજ ગ્રાહકોના ફોનનો મારો શરૂ થઈ ગયો હતો. માધાપરમાં એક વીજ ગ્રાહક નાયબ ઈજનેર સાથે ફોન પર જ બોલાચાલી પર ઉતરી આવ્યો હતો.

GETCO દ્વારા અગાઉ ક્યારેય આવો આદેશ અપાયો નથી ત્યારે સંબંધિતોમાં આશ્ચર્ય સાથે અનેક અટકળો સર્જાઈ હતી.

પશ્ચિમ કચ્છ PGVCLના અધીક્ષક ઇજનેર જે.સી. ગોસ્વામીએ અચાનક બ્લેક આઉટ અંગે અજાણતા દર્શાવી હતી. GETCOના અંજારસ્થિત અધીક્ષક ઇજનેર પટેલે ગ્રીડમાં કોઈ ડિસ્ટર્બન્સ ના આવે તે હેતુથી કંટ્રોલ રૂમ દ્વારા પાવર કટની સૂચના અપાઈ હોવાનું જણાવી વધુ કોઈ વિગતો તેમની પાસે ના હોવાનું જણાવ્યું હતું. 

આ પાવર કટ કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિતના અન્ય વિસ્તારોમાં પણ કરાયો હોવાની શક્યતા તેમણે દર્શાવી હતી.

કચ્છ એક સરહદી જિલ્લો છે. ઓપરેશન સિંદૂર વખતે કચ્છમાં અવારનવાર બ્લેક આઉટ કરાતો હતો. આજે બ્લેક આઉટની પરિસ્થિતિ સમયે કચ્છખબરે કચ્છ કલેક્ટરનો સંપર્ક કરવા વારંવાર પ્રયાસ કર્યો હતો પરંતુ કલેક્ટરના ફોનની રીંગ રણકતી રહી હતી. શક્ય છે કે કચેરીનો સમય પૂરો થઈ ગયાં બાદ પણ કોઈ મહત્વની વહીવટી કામગીરીમાં વ્યસ્ત હશે. એવું તો કેવું ગંભીર સંકટ સર્જાયું કે અચાનક બ્લેકઆઉટ કરવામાં આવ્યું તે અંગે જવાબદારો દ્વારા ખુલાસો કરાય તે અપેક્ષિત છે.

Share it on
   

Recent News  
मनीष अंकल ने मेरे साथ गलत किया ૬ વર્ષની દીકરીના દુષ્કર્મીને જીવે ત્યાં સુધી જેલ
 
નકલી પાસપોર્ટ વિઝા પર ભારતમાં ગેરકાયદે રહેતી નાઈજીરિયન મહિલાને ૨ વર્ષની સખ્ત કેદ
 
LCBએ વાડીમાં JCBની મદદથી દિવાલ તોડાવીને ૧૮.૭૧ લાખનો દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો