click here to go to advertiser's link
Visitors :  
04-Apr-2026, Saturday
Home -> Rapar -> Husband kills wife in Bhimasar Bhutakiya Rapar Arrested
Monday, 04-Mar-2024 - Rapar 115784 views
ભીમાસર (ભુ)માં પતિએ ઝનૂનપૂર્વક છરીના ૧૮ ઘા ઝીંકી પત્નીની ઘાતકી હત્યા કરી
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના ભીમાસર ભુટકીયા ગામે પતિએ છરી વડે પત્નીના શરીર પર ઝનૂનપૂર્વક ૧૮ વાર કરી ઘાતકી હત્યા કરી નાખી હોવાનો બનાવ આડેસર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે હત્યારા પતિની અટકાયત કરી લીધી છે. હત્યાનો બનાવ રવિવારે બપોરે દોઢ-બે વાગ્યાના અરસામાં બન્યો હતો. મરણ જનાર ૩૨ વર્ષિય ગીતાના ભુટકીયા રહેતાં મહેશ સુજાભાઈ બાયડ (રાજપૂત) સાથે દસેક વર્ષ અગાઉ લગ્ન થયાં હતાં. સંતાનમાં ૬ અને ૪ વર્ષના બે પુત્રો છે.

મહેશ કડિયાકામ સેન્ટ્રીંગને લગતું છૂટક કામ કરતો હતો. પતિ દારૂ પીને અવારનવાર પત્ની સાથે મારકૂટ કરતો રહેતો હતો.

રવિવારે બપોરે કામ પર જવા મામલે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈને મહેશે છરી વડે ગીતાના પેટ, પીઠ, બગલ, પગ, માથા સહિતના અંગોમાં ઝનૂનપૂર્વક છરીના ૧૮ ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

બનાવ અંગે જાણ થતાં રાપર ગેલીવાડીમાં રહેતી ગીતાની માતા ગૌરીબેન મકવાણા ભુટકીયા દોડી ગઈ હતી અને દીકરીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પલાંસવા સરકારી હોસ્પિટલે ખસેડી હતી. બનાવ અંગે આડેસર પોલીસે ગૌરીબેને નોંધાવેલી ફરિયાદના આધારે મહેશ વિરુધ્ધ મર્ડરનો ગુનો નોંધી તેને ઝડપી લીધો છે. દંપતીના ખટરાગમાં બે માસૂમ બાળકોને માવતરની છત્રછાયા ગૂમાવવાનો વારો આવ્યો છે.

Share it on
   

Recent News  
દહીંસરામાં વાછરડાંના કતલ કેસમાં બેઉ ભાઈ જામીનમુક્તઃ હવે સત્ય શોધશે ગાંધીનગર FSL
 
સસરાંએ ભચાઉ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી કે ઘરે આવેલી વહુ લૂંટેરી દુલ્હન છે!
 
દિનદયાલ પોર્ટ કંડલાએ ૧૬૦.૧૧ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક સિધ્ધિ મેળવી