click here to go to advertiser's link
Visitors :  
28-Jun-2026, Sunday
Home -> Kandla -> Deendayal Port Kandla achieves historic milestone Crosses 160 MMT Mark in Cargo Handling
Wednesday, 01-Apr-2026 - Kandla 19119 views
દિનદયાલ પોર્ટ કંડલાએ ૧૬૦.૧૧ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક સિધ્ધિ મેળવી
કચ્છખબરડૉટકોમ, કંડલાઃ મિડલ ઈસ્ટમાં છેડાયેલાં યુધ્ધ વચ્ચે કચ્છમાં આવેલાં કંડલા અને મુંદરા બંદરોએ ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ પૂરાં થતાં ૨૦૨૫ ૨૦૨૬ના નાણાંકીય વર્ષમાં કાર્ગો હેન્ડલિંગમાં અભૂતપૂર્વ વૃધ્ધિ સાથે ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યાં છે. દેશના ૧૨ સરકારી મેજર પોર્ટ પૈકીના એક દિનદયાલ કંડલા પોર્ટે ૧૬૦.૧૧ MMT કાર્ગો હેન્ડલ કરીને દેશના તમામ મેજર પોર્ટમાં મોખરાનું સ્થાન જાળવી રાખવા સાથે સુદ્રઢ કર્યું છે.
દિનદયાલ પોર્ટ ઑથોરીટી હસ્તકના કંડલા બંદરે શિપીંગ મંત્રાલયે આપેલાં ૧૫૮.૬૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક ૨૯ માર્ચની રાત્રે જ સર કરી લઈ આજની ઐતિહાસિક સિધ્ધિ તરફ આગેકૂચ કરી હતી.

પોર્ટના નેતૃત્વ, કર્મચારીગણ, ડૉક વર્કર્સ, ટ્રેડ યુનિયન્સ, પીપીપી ઓપરેટર્સ સહિતના સ્ટેકહોલ્ડર્સના યોગદાનની મદદથી કંડલા પોર્ટે આ અભૂતપૂર્વ ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્ત કરી છે.

આ કાર્ગોમાં વૃધ્ધિ નોંધાઈ

પોર્ટ પ્રશાસને જણાવ્યું કે ગત વર્ષે દોઢસો મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગની તુલનાએ આ વર્ષે ૧૬૦.૧૧ MMT કાર્ગો હેન્ડલ કરી વાર્ષિક સાત ટકાની વૃધ્ધિ કરી છે. ખાસ કરીને, ખાતરમાં ૩૨ ટકા, લિક્વિડ કાર્ગોમાં ૨૩.૪ ટકા અને કન્ટેઈનર કાર્ગોમાં ૫૪ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે.

આ કાર્ગોના વોલ્યુમમાં થયો ઘટાડો

જો કે, આયર્ન અને સ્ટીલમાં ૪૩ ટકા, ક્લે (માટી)માં ૧૭ ટકા, ટીમ્બરમાં ૪.૩ ટકા, સોલ્ટમાં૧૨.૪ ટકા, વાડીનાર ખાતે ક્રૂડ અને પીઓએલમાં પાંચ ટકા તથા કોલમાં ૨.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ખાધને ખાતર, લિક્વિડ અને કન્ટેઈનર કાર્ગોમાં વૃધ્ધિ સાથે સરભર કરીને પોર્ટે આ સિધ્ધિ હાંસલ કરી છે.

ચેરમેને સૌના યોગદાનનો સાભાર સ્વિકાર કર્યો

પોર્ટના આ ઐતિહાસિક સિમાચિહ્નની પોર્ટ તથા પ્રશાસનિક ભવન ખાતે ઉજવણી કરાઈ છે. આ પ્રસંગે શ્રમિકોને યુટિલીટી કીટની ભેટ અપાઈ છે. પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંઘે સૌ હિતધારકોના યોગદાનને સિધ્ધિનું શ્રેય આપીને જણાવ્યું કે આ માત્ર આંકડાકીય સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર પોર્ટ કોમ્યુનિટીની અતૂટ પ્રતિબદ્ધતા, સુમેળ અને મક્કમતાનું પ્રતિબિંબ છે.

આ સિદ્ધિ સામૂહિક શક્તિ અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાના આપણાં સતત પ્રયાસોનો પુરાવો છે.

પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ અને ભારતના દરિયાઈ ક્ષેત્રને પરિવર્તિત કરવા પરના તેમના ભાર હેઠળ, ડીપીએ (DPA) કંડલા એક મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેરીટાઇમ ઇકોસિસ્ટમ બનાવવા માટે યોગદાન આપવા બદલ ગર્વ અનુભવે છે.

Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!