click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Rapar -> Hearth breaking incident Lover couple hangs self near Palansava Rapar
Tuesday, 29-Apr-2025 - Aadesar 33567 views
રાપરના પલાંસવાના ખેતરમાં અમરાપરના પ્રેમી યુગલે સજોડે આપઘાત કરી લેતાં અરેરાટી
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના પલાંસવા ગામના સીમાડે ગાગોદર કેનાલ પાસે એક ખેતરમાં વીજ થાંભલા પર રસ્સી વડે ફાંસો લગાવીને પ્રેમી યુગલે સજોડે આપઘાત કરી લીધો હોવાનો બનાવ બહાર આવ્યો છે. મરણ જનાર જમનાબેન ખેતાભાઈ કોલી (ઉ.વ. 19) અને કાનજી દેવાભાઈ કોલી (ઉ.વ. 30) બેઉ રાપરના અમરાપર ગામના રહેવાસી હતાં. 26મી એપ્રિલથી બેઉ ઘરેથી નીકળી ગયાં હતા અને આ રીતે થાંભલા પર લટકતાં તેમના મૃતદેહ મળી આવ્યાં હતાં.

બનાવની તપાસ આડેસર પીઆઈ જે.એમ. વાળા કરી રહ્યાં છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે યુવતી અપરિણીત હતી અને યુવક પરિણીત હતો. બેઉ એક જ સમાજના હતાં. સામાજિક બંધનો કે પરિવારોની નામરજીના કારણે બેઉએ સજોડે આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?