કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરની રણકાંધીએ આવેલા સણવા ગામના સીમાડે ખેતરમાં મગ અને જુવારની ઓથે ગાંજાના છોડનું વાવેતર કરવાના કારસાનો આડેસર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ખેતરમાં ઉગાડાયેલાં ૩૫ છોડ કબજે કરીને વાવેતર કરનાર પ્રભુ નારણ કોલી નામના યુવકની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે ખેતરમાં દરોડો પાડીને ગાંજાના ઉગાડાયેલાં ૩૫ છોડ કબજે કર્યાં છે જેનું વજન અંદાજે ૭ કિલો ૯૨૦ ગ્રામ થાય છે. આરોપી પ્રભુ કોલી ફૂલપરાનો રહેવાસી છે. એનડીપીએસની વિવિધ ધારા તળે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આડેસર પીઆઈ જે.એમ. વાળા અને તેમની ટીમે સફળ દરોડો પાડ્યો હતો.
Share it on
|