click here to go to advertiser's link
Visitors :  
01-Apr-2026, Wednesday
Home -> Rapar -> 21 farmers booked for water pilferage from GWSSB pipe line at Gagodar
Wednesday, 19-Jul-2023 - Gagodar 36315 views
રાપરઃ પેયજલની લાઈનમાં ગેરકાયદે જોડાણ લેનારાં ૨૧ ખેડૂતો સામે પાણીચોરીની ફરિયાદ
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં લોકોને પીવાનું પાણી પહોંચાડતી પાઈપલાઈનમાં ગેરકાયદે કનેક્શન મેળવી પીવાનું પાણી પોતાના ખેતર વાડીઓમાં વાળીને ખેતી કરતાં ૨૧ ખેડૂતો સામે પાણી ચોરીની ફરિયાદ નોંધાવાઈ છે. નલિયા ટીંબા-૦૧ અને નલિયા ટીંબા-૦૨માં વાડીઓ ધરાવતાં ૨૧ ખેડૂતોએ ૧૩/૦૪/૨૨૩થી ૧૨/૦૭/૨૦૨૩ના ૩ મહિના દરમિયાન ગેરકાયદે કનેક્શનોથી ૧૮.૬૬ લાખની કિંમતના પાણીની ચોરી કરી હોવાની ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

રાપર પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર જિજ્ઞેશ કપાસીયાએ રાપર તાલુકાના ચિત્રોડથી કિડીયાનગર સુધી જતી પાણી પુરવઠા બોર્ડની મુખ્ય પાઈપ લાઈન અને એરવાલ્વમાં નુકસાન કરી ગેરકાયદે પાણી જોડાણ મેળવનાર પાણી ચોર ખેડૂતો સામે જાહેર સંપત્તિમાં નુકસાન કરી લાખોના મૂલ્યનું પાણી ચોર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ગાગોદર પીએસઆઇ ડી. આર. ગઢવીએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાપર તાલુકામાં પીવાના પાણીની તંગી મુદ્દે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય સહિતના અધિકારીઓની રાપર ખાતે બેઠક મળી હતી. જેમાં પાણી ચોરી કરતાં લોકો સામે કડક પગલાં લેવા માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી હતી.

૨૧ આરોપીઓના નામની યાદી

(૧) ખીમાભાઈ જેસંગભાઈ મકવાણા (૨) રવજી ક૨સન મકવાણા (૩) ખીમાભાઈ હાજાભાઈ મકવાણા (૪) બાબુભાઈ પુંજાભાઈ મકવાણા (૫) હસમુખભાઇ બાઉભાઈ મકવાણા (૬) ખીમજીભાઈ માદેવાભાઈ મકવાણા (૭) ખોડાભાઈ બાઉભાઈ મકવાણા (૮) પ્રવિણભાઈ બાબુભાઇ મકવાણા (૯) સવજીભાઈ ભીમજીભાઈ મકવાણા (૧૦) કુંભાભાઇ માનસંગભાઈ મકવાણા (૧૧) ખાનાભાઈ રાણાભાઈ મકવાણા (૧૨) પ્રવિણભાઇ મહેન્દ્રભાઈ ઝાલા (૧૩) રમેશભાઇ ગણેશાભાઇ મકવાણા (૧૪) પપ્પુભાઈ રામાભાઈ મકવાણા (૧૫) વેલાભાઈ માદેવાભાઈ મકવાણા (૧૬) ડાયાભાઇ ગગાભાઈ મકવાણા (૧૭) સવાભાઈ રાણાભાઇ મકવાણા (૧૮) પેથાભાઇ ભીમાભાઇ મકવાણા (૧૯) ભુદાભાઈ માદેવાભાઈ મકવાણા (૨૦) રવિરાજભાઈ ૨ણછોડભાઇ મકવાણા (૨૧) રતનભાઈ વણવીરભાઈ મકવાણા (રહે. તમામ નલિયા ટીંબા)

Share it on
   

Recent News  
૩૧ માર્ચે પોલીસે સરવૈયું સરભર કર્યું! કચ્છ પોલીસે ૧૮.૧૬ લાખનો શરાબ ઝડપ્યો
 
૨૭.૮૨ લાખના ઘરેણા ચોરી મામાને ‘મામુ’ બનાવી ફરાર ભાણેજને પોલીસે ગાંધીધામથી પકડ્યો
 
વાછરડાંની કતલ મુદ્દે ભુજમાં હિંદુ મુસ્લિમોની એકસૂરે રજૂઆતઃ નિર્દોષ ભાઈઓને છોડો