click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Pressnotes -> BJYM organize Run for Unity in Bhuj to celebrate Sardar Patels birthday
Tuesday, 31-Oct-2017 - Bhuj 170449 views
સરદારની જન્મજયંતી નિમિત્તે ભુજમાં ભાજપે યોજી રન ફૉર યુનિટી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આજે ભુજમાં ભાજપના યુવા મોરચા દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની આર.ડી. વરસાણી સ્કુલ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી મેરેથોનનો પ્રારંભ થયો હતો જે ભુજના વિવિધ માર્ગો પર દોડી હતી. મેરેથોનમાં મોટી સંખ્યામાં આબાલવૃધ્ધો જોડાયાં હતા.

દોડમાં સિનિયર સીટીઝન કેટેગરીમાં વિજયભાઈ શેઠ, મહિલાઓની કેટેગરીમાં દિક્ષીતાબેન હિરાણી, યુવાનોમાં મનજીભાઈ લાખાભાઈ આહીર પ્રથમ ક્રમે વિજેતા રહ્યાં હતા. ઉત્તર પ્રદેશના પ્રવાસન મંત્રી સ્વતંત્રદેવસિંહ, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે વિજેતાઓને ઈનામ એનાયત કરાયાં હતા. મેરેથોન દોડમાં જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયા, ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા તેમ જિલ્લા ભાજપ મિડીયા ઈન્ચાર્જ ઘનશ્યામ રસીકલાલ ઠક્કરની યાદીમાં જણાવાયું છે.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં