click here to go to advertiser's link
Visitors :  
19-Aug-2026, Wednesday
Home -> Politics -> BJP leader quits party join hands with Congress in Rapar
Wednesday, 17-Jan-2018 - Rapar 367494 views
રાપર ભાજપના આગેવાને કોંગ્રેસના પંજા સાથે હાથ મિલાવ્યા
કચ્છખબરડૉટકોમ, રાપરઃ ચોથી ફેબ્રુઆરીના રોજ રાપર તાલુકાની 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. ચૂંટણી ટાણે જ ભાજપના સ્થાનિક આગેવાન અને રાપર નગરપાલિકાના પ્રમુખ અને તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ રહી ચૂકેલાં પુંજાભાઈ ચૌધરીએ કેસરીયો ખેસ ફગાવી દઈ કોંગ્રેસનો પંજા સાથે હાથ મિલાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાપર નગરપાલિકામાં ભાજપના સંભવિત ઉમેદવારો માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પુંજાભાઈ હાલ રાપર એપીએમસીના ડાયરેક્ટર છે અને નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન કારોત્રાના સસરા છે. ગત રાત્રે તેમણે રાપર નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ વતી લડવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પુંજાભાઈ ઘણા સમયથી ભાજપ સંગઠન સામે નારાજ હતા. અગાઉ બે-ત્રણ વખત તેમણે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

Share it on
   

Recent News  
જૂની ટ્રકનો સોદો કરવાના નામે અંજારના ટ્રાન્સપોર્ટર સાથે બે જણે ૧૦ લાખની કરી ઠગાઈ
 
ભચાઉઃ પિસ્તોલની ગોળીઓ ધરબી પત્નીના પ્રેમીની હત્યા કરનાર હત્યારાને આજીવન કેદ
 
ભચાઉમાં અંગત અદાવતમાં ઘાતક હથિયારો સાથે ખેલાયું ધીંગાણું: સામસામે ૩૨ સામે ફરિયાદ