click here to go to advertiser's link
Visitors :  
17-Apr-2026, Friday
Home -> Kutch -> Authorities Free Government Land Worth Rs 1.95 Crore from Encroachment in Vavar Mundra
Wednesday, 18-Feb-2026 - Mundra 17192 views
મુંદરાના વવારની સીમમાં સરકારી જમીન પરનું દબાણ દૂરઃ ૧.૯૫ કરોડની જમીન ખુલ્લી કરાઈ
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા તાલુકાના વવાર ગામની સીમમાં જુદાં જુદાં પાંચ લોકોએ સરકારી જમીન પર તાર ફેન્સીંગ કરીને કરેલું દબાણ મહેસુલ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે દૂર કરાઈ ૧ કરોડ ૯૫ લાખના મૂલ્યની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી છે. પ્રાગપર પોલીસે આપેલી વિગતો મુજબ વવાર ગામની સીમમાં સર્વે નંબર ૨૭૦ની સરકારી જમીન પર ચાંદ્રોડા ગામના કાન્તિ દેવરાજભાઈ મરંડ નામના શખ્સે અંદાજે દોઢ કરોડના મૂલ્યની ૧૫ એકર જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો હતો.

એ જ રીતે, ચાંદ્રોડાના કુંવરબેન મેમાભાઈ બકુત્રા, રમેશ મેમાભાઈ બકુત્રા, ગોવિંદ મેમાભાઈ બકુત્રાએ ૨૫ લાખની કિંમતની અઢી એકર તથા ચાંદ્રોડાના બધા ભીમાભાઈ આહીરે ૨૦ લાખની કિંમતની બે એકર જમીન પર પેશકદમી કરી હતી.

દબાણકારોએ જમીન ફરતે કાંટાળી તારની વાડ બનાવી લીધી હતી.

મુંદરા તાલુકા વિકાસ અધિકારી એ.આર. ત્રિવેદીની દેખરેખમાં પ્રાગપર પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં આ જમીનો પર બુલડોઝર ફેરવી દઈ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. કામગીરીમાં પ્રાગપર પીઆઈ એસ.એન. ચુડાસમા, પીએસઆઈ વી.એન. ચાવડા અને પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.

Share it on
   

Recent News  
૧૯૮૭થી આજ સુધી ભુજ કૉર્ટ પાંચ પાક. આતંકી સહિત ૭ જણને ફાંસીની સજા ફટકારી ચૂકી છે
 
ભુજના લોડાઈ ગામે પાણીપૂરી ખાધાં બાદ ૩૬ જણને ફૂડ પોઈઝનીંગઃ આરોગ્ય તંત્રમાં દોડધામ
 
વૃધ્ધ મહિલાના અપહરણ, રેપ વીથ મર્ડર કેસમાં ભુજ કૉર્ટે યુવકને ફાંસીની સજા ફટકારી