click here to go to advertiser's link
Visitors :  
17-Apr-2026, Friday
Home -> Gandhidham -> Clever Concealment Fails Rs 64K Worth of Heroin Found Hidden in Matchboxe
Wednesday, 18-Feb-2026 - Gandhidham 13893 views
ગાંધીધામઃ ગમછામાં ગાંઠ મારી છૂપાવેલી માચિસના બાકસમાંથી ૬૪ હજારનું હેરોઈન મળ્યું
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ઉત્તર પ્રદેશના બરેલીથી છેક ગાંધીધામમાં ડ્રગ્ઝનું છૂટક વેચાણ કરવા આવેલા ૩૨ વર્ષનો યુવક ૬૪ હજાર ૬૦૦ રૂપિયાની કિંમના ૩.૨૩ ગ્રામ હેરોઈન સાથે SOGના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસની આંખમાં ધૂળ નાખવા યુવકે ગળામાં રાખેલા ગમછામાં ગાંઠ મારીને માચિસ બોક્સમાં હેરોઈન છૂપાવ્યું હતું.

બાતમીના આધારે ગત મોડી રાત્રે SOGએ ગળપાદરથી ભચાઉ તરફ જતા હાઈવે પર મીનાક્ષી હેન્ડલિંગના વાડા પાસે છૂટક ડ્રગ્ઝ વેચાણ કરવા ઊભેલાં અન્જુમ અકીલ એહમદ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો.

અન્જુમની અંગજડતીમાંથી હેરોઈન ઉપરાંત હેરોઈનને તોળવા માટેનો નાનકડો ડિજિટલ વજનકાંટો, બે મોબાઈલ ફોન અને હેરોઈનના વેચાણમાંથી ઉપજેલાં ૧૨ હજાર ૭૦૦ રોકડાં રૂપિયા મળી આવ્યા હતા.

ગુલાબ બ્રાન્ડની માચિસના નાનકડાં બાકસમાં હેરોઈનના આછાં ક્રીમ કલરના ગાંગડાં મળી આવ્યાં હતા. હેરોઈનનો જથ્થો કોની પાસેથી મેળવેલો તે અંગે પ્રાથમિક પૂછપરછમાં કશી નક્કર માહિતી મળી શકી નથી. અન્જુમ સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસની વિવિધ ધારાઓ તળે ગુનો દાખલ કરાવાયો છે.

ગાંધીધામમાંથી પ્રતિબંધિત ગોગો રોલ, કોન જપ્ત

ડ્રગ્ઝના સેવન માટે ગુજરાતમાં ઠેર ઠેર ગોગો પેપર અને કોનનું વેચાણ થતું હોવાનું જાણીને ચોંકી ઉઠેલી ગુજરાત સરકારે તેના વેચાણ, સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સરકારના જાહેરનામાના પગલે સમગ્ર કચ્છમાં પોલીસે ઠેર ઠેર ઝુંબેશ છેડીને ગોગો પેપરનું વેચાણ કરતાં દુકાનદારો સામે કાર્યવાહી કરી માલ જપ્ત કર્યો છે. જો કે, તેમ છતાં છાનેછપને તેનું વેચાણ ચાલી રહ્યું છે. ગાંધીધામના કલેક્ટર રોડ પર દિશા જનરલ સ્ટોર્સ નામની દુકાનમાં દરોડો પાડીને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગોગો પેપર, પ્રી-રોલ્ડ કોન, ફિલ્ટર પેપર, રોલીંગ પેપર વગેરે મળી ૫૯૦ રૂપિયાની કિંમતના પ્રતિબંધિત પેપર અને કોન જપ્ત કર્યાં છે. દુકાનદાર તેજભાન મહાદેવ લાલવાની સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

Share it on
   

Recent News  
૧૯૮૭થી આજ સુધી ભુજ કૉર્ટ પાંચ પાક. આતંકી સહિત ૭ જણને ફાંસીની સજા ફટકારી ચૂકી છે
 
ભુજના લોડાઈ ગામે પાણીપૂરી ખાધાં બાદ ૩૬ જણને ફૂડ પોઈઝનીંગઃ આરોગ્ય તંત્રમાં દોડધામ
 
વૃધ્ધ મહિલાના અપહરણ, રેપ વીથ મર્ડર કેસમાં ભુજ કૉર્ટે યુવકને ફાંસીની સજા ફટકારી