click here to go to advertiser's link
Visitors :  
07-Sep-2026, Monday
Home -> Other -> Morabi police caught habitual offender of Bhuj in chain snatching case
Monday, 08-Jun-2026 - Morabi 70786 views
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, મોરબીઃ ૨૦૧૮ અને ૨૦૧૯ના વર્ષમાં ભુજ અને માધાપરમાં રાહદારી મહિલાઓની ચેઈન તોડીને બાઈક પર નાસી જઈ ભારે તરખાટ મચાવનારો ભુજનો રીઢો આરોપી હવે મોરબીમાં ચેઈન સ્નેચીંગના ગુનામાં ઝડપાયો છે. મોરબી શહેર એ ડિવિઝન પોલીસે ભુજના સરફરાઝ ઊર્ફે ફૈઝલ અબ્દુલ મંધરીયા (ઉ.વ. ૩૨, રહે. કેમ્પ વિસ્તાર, પોલીસ ચાવડી પાસે, ભુજ)ને ચેઈન સ્નેચીંગના એક ગુનામાં ઝડપી પાડ્યો છે.

ગત ૩ જૂનના રોજ સરફરાઝે મોરબી શહેરના ખાટકી ચોકમાં એક્ટિવા પર જઈ રહેલા યુગલ પૈકી પાછળ બેસેલી મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચીંગ કરેલું. બાદમાં તે નંબર પ્લેટ વગરની બાઈક પર ફરાર થઈ ગયેલો.

PSIની અનુભવી નજર સરફરાઝને ઓળખી ગઈ

ભુજમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ગયેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.વી. ઝાલા હાલ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પોલીસ અજાણ્યા ચેઈન સ્નેચરને શોધવા મથામણ કરી રહી હતી ત્યારે ઝાલાની નજર બાઈક પરથી નીકળેલાં સરફરાઝ પર પડેલી. તેને જોઈને તે તરત પામી ગયેલાં કે આ જ એ ચેઈન સ્નેચર છે.

પીએસઆઈ ઝાલા સહિતની ટીમે તેને દબોચી લઈને પૂછપરછ કરતાં તેમનું અનુમાન સાચું પડ્યું. સરફરાઝે જ તે ગુનો આચરેલો. પોલીસે ગુનામાં વપરાયેલી બાઈક, માસ્ક, ટોપી, મોબાઈલ વગેરે મુદ્દામાલ કબજે કર્યો છે.

સરફરાઝે ૨૦૧૮ અને ૨૦૧૯માં ભુજ અને માધાપરમાં ૮ ચેઈન સ્નેચીંગના ગુના આચરેલાં. તેની સામે કુલ ૧૧ ગુના નોંધાયેલાં છે. આ હિસ્ટ્રીશીટર કચ્છ પોલીસની નજરે બરાબરનો ચઢી ગયો હોઈ હવે મોરબીમાં હાથ અજમાવવા પહોંચી આવ્યો હોવાનું મોરબી પોલીસનું અનુમાન છે.

Share it on
   

Recent News  
આદિપુરઃ ગામને નશીલી દવાના રવાડે ચઢાવનારો ‘ચાયવાલા ફાર્માસિસ્ટ’ અંતે NDPSમાં ફીટ
 
અંજારઃ યુવકના શરીરના બે ટુકડાં કરી, બે કોથળામાં લાશ પેક કરી તળાવમાં ફેંકી દેવાઈ
 
મુંદરા કસ્ટમે જેને સૂત્રધાર ગણ્યો તેને ATSએ સાક્ષી બનાવ્યો! અંતે જામીન અરજી રદ્દ