click here to go to advertiser's link
Visitors :  
16-May-2025, Friday
Home -> Other -> It was her duty to stop criminal than aiding him Obeserves HC in Nita Chaudhary case
Tuesday, 23-Jul-2024 - Ahmedabad 67668 views
મહિલા કોન્સ્ટેબલ બૂટલેગર જોડે કારમાં કેમ ફરતી હતી? પોલીસને કેમ મદદ નહોતી કરી?
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભચાઉના બૂટલેગર સાથે થાર કારમાં દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવવા પ્રયાસ કરતાં પોલીસ પર ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં મદદ કરનારી મહિલા કોન્સ્ટેબલે હાઈકૉર્ટમાં અરજી કરી છે. જ્યુ. મેજિસ્ટ્રેટે આપેલા જામીનને સેશન્સ કૉર્ટે રદ્દ કર્યાં બાદ સીઆઈડી ક્રાઈમની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ સેશન્સના ચુકાદા સામે રીવીઝન અરજી દાખલ કરી છે. આજે કેસની સુનાવણી હાથ ધરાઈ હતી.

હાઈકૉર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઈએ બચાવ પક્ષના વકીલને ઉદ્દેશીને આલોચના કરતાં જણાવ્યું હતું કે કોઈ સામાન્ય માણસ બૂટલેગરની સાથે કારમાં પ્રવાસ કરતો હોય અને તેના ભૂતકાળથી અજાણ હોય તો સમજાય પરંતુ આરોપી સીઆઈડી ક્રાઈમની કોન્સ્ટેબલ છે, ત્યારે તેની પાસે અપેક્ષા રખાય કે તે જેની જોડે પ્રવાસ કરતી હોય તેના ગુનાહિત ભૂતકાળથી વાકેફ હોય જ.

કૉર્ટે કેસની વિગતોનું વર્ણન કરતાં અવલોકન કર્યું કે જ્યારે બૂટલેગરે પોલીસ પર જીપ ચઢાવવા પ્રયાસ કરેલો ત્યારે શું તેની ફરજ નહોતી કે તેને તેમ કરતો અટકાવે અને તેને પકડવામાં પોલીસને મદદ કરે? ગુનો પ્રોહિબિશનનો નહીં પણ હત્યાના પ્રયાસનો છે. એક ક્રિમિનલ જોડે મહિલા કોન્સ્ટેબલ ગાડીમાં ફરતી હતી તેનું ઔચિત્ય (જસ્ટીફીકેશન) શું છે?

આરોપીએ પોલીસના બદલે બૂટલેગરને મદદ કરતાં હોવાનું કામ કર્યું હોવાનું જણાય છે. ભૂલી જાવ કે તમે પોલીસ કર્મચારી છો, એક આમઆદમી તરીકે હો તો પણ તમારી ફરજ બૂટલેગરને ગુનો આચરતો અટકાવી પોલીસને મદદ કરવાની હોવી જોઈએ. પોલીસ પાસે શું આશા રખાય? સમગ્ર મુદ્દે સરકારી વકીલ પાસે બૂટલેગરના ગુનાની હિસ્ટ્રી, પોલીસે કઢાવેલા સીડીઆરની ડિટેઈલ્સ તથા સેશન્સ કૉર્ટે જે મુદ્દા પર જ્યુ. મેજિસ્ટ્રેટે આપેલા જામીન રદ્દ કરવા હુકમ કરેલો તે મહત્વના મુદ્દા પર સવિસ્તર નોંધ રજૂ કરવા હુકમ કરી હાઈકૉર્ટે ગુરુવારે કેસની વધુ સુનાવણી હાથ રાખી છે. આ કેસમાં એક તબક્કે કૉર્ટે બચાવ પક્ષના વકીલને નીતાની અરજી ફગાવી દઈ પાંચ લાખનો દંડ ફટકારવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Share it on
   

Recent News  
સોનાના નામે ૨૮.૭૫ લાખની ઠગાઈઃ ભુજના રીઢા શખ્સની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્દ
 
ગુજસીટોક તળે અંજારની વ્યાજખોર બહેનોના ૩૯ લાખના વધુ ૩ મકાન પોલીસે જપ્ત કર્યાં
 
સમૂહલગ્નમાં સ્ટેજ ઉપર મહંત પર હુમલોઃ હિંદુ સમાજની ભુજમાં વિશાળ વિરોધ રેલી