click here to go to advertiser's link
Visitors :  
06-Jun-2025, Friday
Home -> Other -> Exhibition cum sale of Kutchi handicraft organised at Adani House in Ahmedabad
Friday, 13-Jan-2023 - Bhuj 24045 views
અમદાવાદ અદાણી હાઉસમાં કચ્છી મહિલાઓની હસ્તકળાની કલાકૃતિઓ છવાઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે અમદાવાદ ખાતે આવેલા અદાણી કોર્પોરેટ હાઉસમાં કચ્છની સ્વસહાય જૂથની મહિલાઓ બનાવેલાં હેન્ડીક્રાફ્ટ્સની ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૧થી ૧૩ જાન્યુઆરી દરમિયાન થયેલાં આયોજનમાં કંપનીના કર્મચારીઓએ કચ્છની વિવિધ હસ્તકળાની કલાકૃતિઓ અને ચીજવસ્તુઓની હોંશભેર ખરીદી કરી. પ્રદર્શનમાં ગૃહ સજાવટની તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ હતી.
તહેવારોમાં ઘરને સજાવવા આભલાં આધારિત પરંપરાગત વૉલ હેંગિંગ્સ અદભૂત હતા. ચમકદાર જ્વેલરી, સાડીઓ અને બાંધણીએ ભારે આકર્ષણ સર્જ્યું હતું.  

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ ગૌતમ અદાણી અને ટ્રસ્ટી શિલિન આર. અદાણીએ ઉદઘાટન પ્રસંગે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ઉત્તરાયણના પતંગની જેમ મહિલાઓનો જુસ્સો પણ આસમાને જોવા મળ્યો હતો. મુન્દ્રાની તેજસ્વી સહેલી સ્વસહાય જૂથના પ્રમુખ મેઘના આહિરે જણાવ્યુ હતું કે  ૨૦૧૯માં જ્યારે અમારા માથે આફત આવી પડી ત્યારે અદાણી ફાઉન્ડેશન આશાનું કિરણ બની ગયું. અમારા જુસ્સાને આવકના સમૃદ્ધ સ્ત્રોતમાં ફેરવવા અદાણી ફાઉન્ડેશને ખૂબ મદદ કરી છે.

ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવીએ જણાવ્યું કે કચ્છની મહિલા કારીગરોનું અદાણી કોર્પોરેટ હાઉસ સુધી પહોંચવું એ તેમની મહેનત અને દ્રઢ નિશ્ચયનું પ્રતીક છે. તેમના હસ્તકળા ઉત્પાદનોએ અમારા ઉત્તરાયણની ઉજવણીને વધુ રંગીન અને સાર્થક બનાવી છે.

Share it on
   

Recent News  
માંડવીમાં શેઠના ઘરમાં હાથ મારનાર નોકરને LCBએ ભુજમાંથી ૪.૭૦ લાખ સાથે ઝડપ્યો
 
પાણીની મોટર બંધ કરવા મુદ્દે પડાણાના બેન્સૉમાં બે મજૂરોની મારામારીમાં એકની હત્યા
 
અંજારઃ બે સ્પાની ધંધાકીય અદાવતમાં સ્પાની મેનેજર યુવતી પર ઍસિડ અટેક સાથે છેડતી