click here to go to advertiser's link
Visitors :  
07-Jun-2025, Saturday
Home -> Bhuj -> LCB arrests accused involved in house break in Mandvi
Friday, 06-Jun-2025 - Bhuj 4121 views
માંડવીમાં શેઠના ઘરમાં હાથ મારનાર નોકરને LCBએ ભુજમાંથી ૪.૭૦ લાખ સાથે ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવીના ફાસ્ટફૂડ સ્ટૉલ ચલાવતા અને ખોજા ફળિયામાં રહેતા દેવેન્દ્ર બુઢાછેત્રી નામના વ્યક્તિના ઘરમાં હાથફેરો કરી ભાગી જનાર નોકરને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજમાંથી ઝડપી ૪.૭૦ લાખ રૂપિયા રીકવર કરી લીધા છે. ફરિયાદમાં આરોપી અમજદ ઊર્ફે ચીનો અલીમામદ ખલીફા (રહે. મેન્ટલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ)ને ગુનામાં મુખ્ય શકમંદ તરીકે દર્શાવાયો હતો. ચીનો ફરિયાદીના ફાસ્ટ ફૂડ સ્ટૉલમાં કામ કરે છે.

શેઠના ઘરમાં ચોરી કર્યા બનાવ બાદ ભેદી રીતે ગાયબ થયેલો ચીનો ભુજમાં એસટી બસ સ્ટેશન રોડ પર રસમંદિર નામની દુકાને હાજર હોવાની બાતમી મળતાં એલસીબીની ટીમે ત્યાં ધસી જઈને તેને દબોચી લીધો હતો.

ચીનાના હાથમાંથી ૪.૭૦ લાખ રોકડાં રૂપિયા ભરેલી થેલી મળી આવી હતી, જે તેણે શેઠના ઘરમાંથી ચોર્યા હોવાનું કબૂલ્યું છે.

એલસીબીએ આરોપી માંડવી પોલીસને સુપ્રત કરી દીધો છે. ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠીના માર્ગદર્શનમાં એલસીબી ટીમે ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

Share it on
   

Recent News  
બોલો! ૧૦ લાખની ઠગાઈ કરનાર ચીટરો બચી ગયાં પણ રીલ્સ મૂકનારા બીજા અડફેટે ચઢી ગયાં!
 
પાણીની મોટર બંધ કરવા મુદ્દે પડાણાના બેન્સૉમાં બે મજૂરોની મારામારીમાં એકની હત્યા
 
અંજારઃ બે સ્પાની ધંધાકીય અદાવતમાં સ્પાની મેનેજર યુવતી પર ઍસિડ અટેક સાથે છેડતી