click here to go to advertiser's link
Visitors :  
28-Apr-2024, Sunday
Home -> Other -> Electoral bond issue is biggest scam of world claims FMs husband
Thursday, 28-Mar-2024 - Desk Report 29642 views
નાણાંમંત્રી નિર્મલાના પતિએ ઈલેક્શન બોન્ડને વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દેશના વિપક્ષો જેને આઝાદી બાદનું અત્યારસુધીનું સૌથી મોટું કૌભાંડ ગણાવી રહ્યાં છે તે ઈલેક્ટોરલ બોન્ડ અંગે દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરે ચોંકાવનારું નિવેદન આપતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. પ્રભાકરે ઈલેક્ટોરલ બોન્ડને ફક્ત ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્નનું સૌથી મોટું કૌભાંડ ગણાવી દાવો કર્યો છે કે ચૂંટણીમાં હવે ખરાખરીનો જંગ ભાજપ વિરુધ્ધ વિપક્ષો વચ્ચે નહીં પણ ભાજપ વિરુધ્ધ દેશની જનતા વચ્ચે થશે.

પ્રભાકર પોતે વિચક્ષણ અર્થશાસ્ત્રી છે અને લંડન સ્કુલ ઑફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરેલો છે. પ્રભાકરે અગાઉ પણ શાસક ભાજપની અર્થનીતિ અંગે તીખી અને સૂચક ટીકાઓ કરેલી છે.

પ્રભાકરે દાવો કર્યો કે આગામી દિવસોમાં ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો આજના કરતાં વધુ વેગ પકડશે અને આ મુદ્દે દેશના મતદારો સરકારને કડક સજા કરશે.

સર્વોચ્ચ અદાલતે ફેબ્રુઆરીમાં ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણાવી આખો કાયદો રદ્દ કર્યાં બાદ રાજકીય પાર્ટીઓને મળેલાં દાનની રકમની તમામ વિગતો જાહેર કરવાનો હુકમ કર્યાં બાદ ભાજપ માટે જાણે ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ભાજપને સૌથી વધુ મળ્યું છે ધન

૧૨-૦૪-૨૦૧૯થી ૧૫-૦૨-૨૦૨૪ના સમયગાળા દરમિયાન મુખ્ય રાજકીય પક્ષોને મળેલા દાનમાં સૌથી વધુ નાણાં ભાજપને મળ્યાં છે. જાગૃત નાગરિક સંસ્થાઓ (સિવિલ સોસાયટીઝ)ના કાર્યકરોના દાવા મુજબ ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સની તપાસ કે દરોડાનો સામનો કરી રહેલી ૪૧ કંપનીઓએ ૨૪૭૧ કરોડ રૂપિયા બોન્ડ પેટે ભાજપને આપ્યાં હતાં. જેમાંથી ૧૬૯૮ કરોડ રૂપિયા દરોડા બાદ બોન્ડ પેટે દાનમાં અપાયાં હતાં. કોરોના વખતે રસી બનાવતી કંપનીએ કરોડોના આપેલાં બોન્ડ હોય કે કોરોનાના દર્દીઓ પાસે મોટાં બિલ ફાડવા સંદર્ભે તપાસ બાદ દિલ્હીની યમુના હોસ્પિટલે આપેલાં બોન્ડ, કોરોના ટાઈમ્સ વખતે રેમડેસીવીર દવાના સેમ્પલથી લઈ અન્ય ગંભીર રોગોની દવાના સેમ્પલ ફેઈલ થવા છતાં દવા કંપનીઓએ ભાજપને આપેલાં કરોડોના ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે અનેક રીતે લોકો શાસક પક્ષ સાથે કડીઓ  જોડી રહ્યાં છે.

કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ઈલેક્ટોરલ બોન્ડને ‘ચંદા દો, ધંધા લો’ ‘પહેલે ઈડી કા ફંદા બાદ મેં ઈબી કા ચંદા’ તેવા સ્લોગન આપીને ભાજપ ‘ચંદા વસૂલી પાર્ટી’ હોવાના ગંભીર આરોપ મૂકી રહ્યાં છે.

સરકારી વાહ વાહી કરતાં અને ખાસ કરીને શાસકને દુઃખે તેવા જનતાને સ્પર્શતાં મહત્વના મુદ્દા તથા સમસ્યાઓને દેશની જનતાથી છૂપાવી રાખતાં ‘ગોદી મીડિયા’થી વિપરીત ઈન્ટરનેટ આધારીત સોશિયલ મીડિયા પર અનેક ઈન્વેસ્ટીગેટીવ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે રોજ નવા નવા ખુલાસા કરી રહ્યાં છે. આ દિશામાં રીપોર્ટર્સ કલેક્ટીવ નામની સમાચાર સંસ્થા જબરજસ્ત રીસર્ચ કરી ઈલેક્ટોરલ બોન્ડ પાછળની પોલંપોલનો ખેલ ઉઘાડી પાડી રહી છે. રવિશકુમાર પણ આગવી અદામાં બોન્ડ મામલે નવા નવા ઈનસાઈટ અહેવાલો આપી રહ્યા છે.

આઝાદ ભારતમાં અત્યારસુધીમાં બોફોર્સ તોપ, ટૂજી સ્પેક્ટ્રમ, કોલસા ખાણ ફાળવણી (કોલગેટ) સહિતના વિવિધ તથાકથિત કૌભાંડોએ ભૂતકાળમાં ભારે હોબાળો મચાવેલો છે. પરંતુ, સમય જતાં ન્યાયની એરણે આ કૌભાંડોના કોઈ તથ્યો બહાર આવ્યાં નથી અને કેવળ આરોપબાજી હોવાનું પૂરવાર થયેલું છે.

આ કૌભાંડોની તુલનાએ ઈલેક્શન બોન્ડનું કૌભાંડ સત્તાવાર દસ્તાવેજી પૂરાવા સાથેનું સૌથી મોટું હકીકતલક્ષી નક્કર કૌભાંડ તરીકે ઉભરી આવ્યું હોવાનું સમીક્ષકો માની રહ્યાં છે.

ખાસ કરીને, આ કૌભાંડે ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’ ફેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તથાકથિત ‘ઈમાનદાર નેતા’ તરીકેની છબીને આમજનતામાં વેરણછેરણ કરી નાખી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામથી અમદાવાદ જવા બૂક કરાવેલી ટિકિટ ગૃહિણીને ૨.૩૯ લાખ રૂપિયામાં પડી!
 
રૂપાલા સામેના વિરોધમાં માંડવી તા. પંચાયતના ચૂંટાયેલા સભ્યનું ભાજપમાંથી રાજીનામું
 
કોંગ્રેસી નેતાની રાજકીય ‘સળી’: વિનોદ ચાવડાને વાસણભાઈની અવગણના ભારે પડશે!