click here to go to advertiser's link
Visitors :  
15-Aug-2026, Saturday
Home -> Gandhidham -> Notorious Bootlegger Trio Finally Nailed Under GUJCTOC case in Bhachau
Friday, 06-Mar-2026 - Gandhidham 48870 views
ભચાઉના રીઢા બૂટલેગર મામા ભત્રીજાની ત્રિપુટી પર ગુજસીટોકનો હથોડો વીંઝાયો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ભત્રીજા સાથે સિન્ડીકેટ બનાવીને પૂર્વ કચ્છમાં ટ્રકો ભરીને ઈંગ્લિશ દારૂ ઠાલવતાં ભચાઉના રીઢા બૂટલેગર અશોકસિંહ ઊર્ફે મામા અને તેના ભત્રીજા ધર્મેન્દ્ર ઊર્ફે શિવમ તથા ભગીરથ ઊર્ફે ભગી ત્રણે પર ગુજસીટોકનો હથોડો વીંઝાયો છે. ગત ૨૩ ફેબ્રુઆરીના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલની ટુકડીએ ભચાઉના વોંધમાંથી મામા એન્ડ ગેંગે મગાવેલો ૧ કરોડનો શરાબ જપ્ત કર્યાં બાદ આ ત્રિપુટી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની નજરે ચઢી ગઈ હતી.

અશોક બાલુભા જાડેજા વિરુધ્ધ પૂર્વ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં દારૂની હેરફેર, વેચાણને લગતાં ૧૪ ગુના જ્યારે તેના કૌટુંબિક ભત્રીજા શિવમ ઊર્ફે ધર્મેન્દ્ર નરેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથ ઊર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા સામે પ્રોહિબિશનને લગતાં ૧૨- ૧૨ ગુના નોંધાયેલાં છે.

સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રીઢા બૂટલેગરો પર ગુજસીટોકના ગુના દાખલ કરાયાં બાદ જિલ્લા સ્તરે પૂર્વ કચ્છ પોલીસે પ્રથમવાર બૂટલેગરો પર ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે.

મામાનો મોટો માલ પકડાવાના લીધે ભૂતકાળમાં અનેકવાર ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈઓ પર સસ્પેન્સનથી લઈ બદલીની ગાજ વરસી ચૂકેલી છે. બૂટલેગર ત્રિપુટી પર ગુજસીટોકની ફરિયાદ સાથે પૂર્વ કચ્છમાં અત્યારસુધીમાં નોંધાયેલા ગુજસીટોકના કુલ ગુનાની સંખ્યા સાત પર પહોંચી છે, જે રેન્જના સૌથી વધુ કેસ છે.

Share it on
   

Recent News  
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
 
આદિપુરઃ વિમાનમાં ઉડી રોયલ લાઈફ માણવા ૧ કરોડનો માલ ચોરનાર બે નેપાળી કામવાળી પકડાઈ
 
અદાણી મુંદરા એરપોર્ટ પરથી બાવન દિવસમાં ૧૦ હજાર પ્રવાસીઓએ ઉડાન ભરી