કચ્છખબરડૉટકોમ, એજન્સીઃ બોલિવુડની જાણીતી અભિનેત્રી કિઆરા અડવાણીનો આજે જન્મ દિન છે. બહુ ઓછાં લોકોને ખબર છે કે કિઆરાનું અસલી નામ આલિયા છે. ૨૦૧૪માં પ્રથમ ફિલ્મ ફગ્લીની રીલીઝ અગાઉ તેણે સલમાન ખાનના સૂચન પર પોતાનું નામ આલિયા બદલીને કિઆરા રાખ્યું હતું. કારણ કે, તે સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઑલરેડી આલિયાનું નામ ગૂંજતું થઈ ગયેલું.
પ્રિયંકા ચોપરાની ફિલ્મ અન્જાના અન્જાનીમાં તેના પાત્ર કિઆરાના નામથી પ્રભાવિત થઈને સિલ્વર સ્ક્રિન પર કિઆરાએ તે નામ એડોપ્ટ કરી લીધેલું. ક્રિકેટર એમ.એસ. ધોનીની બાયોપીકમાં કિઆરાએ તેની પત્નીનો નિભાવેલો રોલ ઘણો વખણાયો હતો.
નેટફ્લિક્સ પર વેબ સીરીઝ ધ લસ્ટ સ્ટોરીઝમાં એકદમ ઈન્ટીમેટ અને હોટ સીન્સથી કિઆરાએ ભારે ધૂમ મચાવી હતી.
IIFA બેસ્ટ સપોર્ટીંગ એક્ટર એવોર્ડ વિનર કિઆરાની રોમેન્ટિક ડ્રામા કબીરસિંઘ અને કોમેડી ડ્રામા ગુડ ન્યૂઝની ભૂમિકાને પણ ક્રીટીક્સે વખાણેલી. કિઆરાએ તેનું બાળપણ મુંબઈમાં જ વીતાવેલું છે અને બહુ ઓછાને ખબર છે કે તેણે માસ કૉમ્યુનિકેશન સાથે ગ્રેજ્યુએશન કરેલું છે. સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે મધુર લગ્નજીવન માણતી કિઆરાને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા.
Share it on
|