click here to go to advertiser's link
Visitors :  
18-Mar-2026, Wednesday
Home -> Bhuj -> Two Head Constables Opt for Compromise After Publicly Assaulted in Madhapar
Wednesday, 18-Mar-2026 - Madhapar Bhuj 4864 views
લ્યો બોલો! માધાપરના બે હેડ કોન્સ્ટેબલે જાહેરમાં માર પડી છતાં સમાધાન કરી લીધું!!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપર ભુજ રોડ પર સ્મૃતિવન સામે સીતારામની મઢુલી નજીક વાહન ચેકીંગ કરી રહેલા બે પોલીસ કર્મચારીઓ જોડે હાથાપાઈ થતાં તે ઘવાયાં હોવાનો બનાવ બહાર આવ્યો છે. જો કે, પાછળથી ગણતરીના કલાકોમાં સમાધાન થઈ જતાં ફરિયાદ નોંધાવી નથી! આજે સવારે સાડા દસના અરસામાં બનાવ બન્યો હતો. માધાપર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ રાણાજી ગોહિલ અને બહાદુરસિંહ ગુલાબસિંહ જાડેજા અન્ય સ્ટાફ સાથે વાહન ચેકીંગ કરી રહ્યા હતા.

ચેકીંગ દરમિયાન એક કાળા કાચવાળી અને આગળ પાછળ નંબર પ્લેટ વગરની થાર જીપ પસાર થતાં તેને અટકાવી હતી. થારના ચાલકને આ અંગે પૂછપરછ કરતાં તે જીભાજોડી પર ઉતરી આવ્યો હતો અને ફોન કરી અન્ય કોઈકને સ્થળ પર બોલાવ્યો હતો.

થોડીકવારમાં GJ-12 FC-7727 નંબરની સ્કોર્પિયો કારમાં પિતા પુત્ર ત્યાં દોડી આવ્યાં હતા. આ પિતા પુત્રએ પણ થારચાલકનું ઉપરાણું લઈને પોલીસ કર્મચારીઓ જોડે માથાકૂટ કરી હતી.

આ સમયે ઉશ્કેરાઈને સ્કોર્પિયોમાં આવેલા પિતા પુત્ર પૈકીના પિતાએ બેઉ પોલીસ કર્મીઓ જોડે હાથાપાઈ કરતા બંને કર્મચારીઓને હાથ અને મોંઢે ઈજા થયેલી. જેના પગલે બેઉ જણને સાથી કર્મચારી લાલજી પરમાર જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યો હતો. આ મામલે જી.કે. જનરલની હોસ્પિટલ ચોકીએ વિધિવત્ એમએલસી પણ નોંધાવાઈ હતી.

ગણતરીના કલાકોમાં સમાધાન થઈ ગયું!

ઘટના બાદ બંને પક્ષે દોડધામ મચી ગઈ હતી. સૂત્રોના દાવા મુજબ આ મામલે ભલામણો આવતાં ઘાયલ પોલીસ કર્મચારીઓએ સામેના પક્ષ સાથે ગણતરીના કલાકોમાં સમાધાન કરી લીધું છે. માધાપરના મહિલા પીઆઈ એ.કે. જાડેજાએ જણાવ્યું કે સામાન્ય બોલાચાલી અને તકરાર થયેલી. પાછળથી ઓળખાણ નીકળતાં પોલીસ કર્મચારીઓએ ફરિયાદ નોંધાવવાનું ટાળી દીધું છે. ફરિયાદ નોંધાવવી કે નહીં તે પોલીસ કર્મચારીઓના અધિકારની બાબત છે, અમે તેમને ફરિયાદ નોંધાવવા માટે ફોર્સ કરી શકીએ નહીં.

કોગ્નિઝેબલ ઓફેન્સ છતાં FIR નહીં

પોલીસ કર્મચારી એ રાજ્ય સેવક છે. જ્યારે તે સરકારી ફરજ પર હોય, નિયમભંગ કરીને જઈ રહેલું વાહન પકડે, તેમના પર હુમલો થાય અને પછી વાહનચાલક અને મારકૂટ કરનારાં સામે ભેદી રીતે કશી જ કાર્યવાહી કર્યાં વગર બારોબાર સમાધાન કરી લેવાય તે બાબત ગંભીર છે. જો પોલીસ કર્મચારી ફરિયાદ નોંધાવવા તૈયાર ના હોય તો થાણા અધિકારીએ આવા કોગ્નિઝેબલ ઓફેન્સમાં જાતે ફરિયાદી બની સરકાર તરફે ફરિયાદ દાખલ કરાવવી જોઈએ તેવું જાણકારોનું માનવું છે.

Share it on
   

Recent News  
ગાંધીધામ ભાજપના બે આગેવાનના પુત્રો સામે ૧૬ લાખના ચીટીંગની વધુ એક ફરિયાદ
 
પેટ્રોલનો જીવલેણ નશો! જી.કે. જનરલના મનોચિકિત્સકોએ યુવકની લત છોડાવી
 
૩૪ લાખ સામે ૪૫ લાખથી વધુ રકમ ચૂકવી છતાં વ્યાજખોરોએ ફ્લેટ કિંમતી જમીનો પડાવી લીધી