click here to go to advertiser's link
Visitors :  
02-Dec-2024, Monday
Home -> Other -> 2 held from Gujarat for duping people through digital arrest in Indore
Friday, 22-Nov-2024 - NEWS AGENCY 17880 views
ઈન્દોરમાં ડિજિટલ અરેસ્ટ કરી ૪૦.૭૦ લાખની ઠગાઈના ગુનામાં કચ્છના યુવક સહિત બે ઝબ્બે
કચ્છખબરડૉટકોમ, એજન્સીઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં ૭૧ વર્ષિય વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને ૪૦.૭૦ લાખ રૂપિયાની ઠગાઈ કરવાના ગુનામાં પોલીસે કચ્છ અને સુરતના બે આરોપીની ધરપકડ કરી છે. ડિજિટલ અરેસ્ટનો બનાવ ગત ૩ ઓક્ટોબરના રોજ બન્યો હતો. ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે જે બેન્ક ખાતાઓમાં નાણાં જમા થયાં હતા તે બેન્ક ખાતાના આધારે કચ્છના અતુલગીરી ગોસ્વામી (૪૬) અને સુરતના હિંમત દેવાણી (૫૮)ની ધરપકડ કરી છે.  બેઉ જણાં સાયબર માફિયા ગેંગોને તેમના બેન્ક ખાતાં ભાડે આપતાં હતાં.
હિંમત દેવાણી નેપાળી ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો.

સાયબર માફિયાઓએ મુંબઈના બાંદરા પોલીસ સ્ટેશનના અધિકારી બનીને વૃધ્ધને ફોન કરી તેમણે ૧૫ ટકા કમિશન મળવાની લાલચમાં ખોટી રીતે બે કરોડથી વધુ રકમના બેન્કમાં નાણાંકીય વ્યવહારો કર્યાં હોવાનું આળ મૂકેલું. વૃધ્ધને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ બેન્કની નકલી પાસબૂક, સુપ્રીમ કૉર્ટના હુકમની બોગસ નકલ બતાડી બાદમાં ફોન સીબીઆઈ ઑફિસરને ટ્રાન્સફર કરેલો. કહેવાતા સીબીઆઈ ઑફિસરે આરબીઆઈ વેરીફિકેશનના બહાને વૃધ્ધને તેના ખાતામાં રહેલાં નાણાં અન્ય ખાતામાં જમા કરાવી દેવા અને એક કલાકમાં પરત મળી જવાની ખાતરી આપી હતી. પરંતુ નાણાં પરત જમા ના થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Share it on
   

Recent News  
ભુજના સંજોગનગરમાં જૂની અદાવતમાં યુવાનના માથામાં પાઈપ ધારીયા મારી હત્યાનો પ્રયાસ
 
ખેડોઈની વાડીમાં દરોડો પાડી પોલીસે ૪૫.૫૩ લાખના શરાબ બિયરનો જંગી જથ્થો ઝડપ્યો
 
ચિત્રોડ નજીક મોપેડ સવાર ત્રિપુટીએ છરીની અણીએ ટ્રેલરના ડ્રાઈવર ક્લિનરને લૂંટ્યાં