click here to go to advertiser's link
Visitors :  
29-Jul-2026, Wednesday
Home -> Nakhatrana -> Wife Beaten to Death by Husband After Argument Over Making Rotla Escalates
Wednesday, 15-Apr-2026 - Nakhtrana 74905 views
નખત્રાણાઃ પત્નીએ રોટલાં ઘડવાનો ઈન્કાર કરતાં ઉશ્કેરાયેલાં પતિએ ઢીમ ઢાળી દીધું
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ પત્નીએ રોટલાં ઘડી પતિને ખવડાવવાનો ઈન્કાર કરતાં ઉશ્કેરાયેલાં પતિએ ૩૫ વર્ષની પત્નીને ધોકાથી ઢોર માર મારી ચાકુ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે. ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં નખત્રાણા તાલુકાના મોટા ધાવડા ગામની સીમમાં આવેલી દાડમની વાડીમાં હત્યાનો બનાવ બન્યો હતો. આજે સવારે ઘટના પ્રકાશમાં આવ્યાં બાદ પોલીસે સ્થળ પર દોડી જઈને આરોપીની ધરપકડ કરી લીધી છે.

પતિ પત્નીના કંકાસમાં બે માસૂમ સંતાનો નોંધારા થઈ ગયાં છે. મરનાર નબુબેન પતિ જેન્તી મીઠુભાઈ કોલી (પગી) (મૂળ રહે. વિથોણ, નખત્રાણા) સાથે ધાવડાની સીમમાં રતિલાલ હંસરાજ પદમાણીની દાડમની વાડીએ રહીને છૂટક ખેતમજૂરી કરતી હતી. ગઈકાલે આખો દિવસ દંપતી વચ્ચે નાની નાની બાબતે તણખાં ઝર્યાં હતા. જેથી નબુ પતિ પર નારાજ હતી.

રાત્રે દસેક વાગ્યાના જેન્તીએ પત્નીને રોટલાં બનાવી આપવાનું કહેલું. નારાજ નબુએ રોટલાં બનાવવાનો ઈન્કાર કરતાં જેન્તીએ ઉશ્કેરાઈને તેનું ઢીમ ઢાળી દીધું હતું.

આજે સવારે નબુની લાશ વાડીમાં આવવા જવાના રસ્તા પર પડી હતી.

હત્યા કર્યાં બાદ જેન્તી નાસી જવાના બદલે ઠંડા કલેજે વાડીની ઓરડીએ જ પડ્યો રહ્યો હતો.

ઘટના અંગે નબુના ભાઈ દેવજી તમાચી કોલી (પગી)એ બનેવી જેન્તી વિરુધ્ધ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હત્યા અંગે જાણ થતાં પીઆઈ એ.એમ. પટેલ અને તેમની ટીમે  સ્થળ પર દોડી જઈને લાશને પીએમ માટે મોકલી વિધિવત્ ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામના પત્રકારે ૨૦ લાખ માગી બદનક્ષીકારક લખાણ પ્રગટ કર્યાની બિઝનેસમેનની FIR
 
નખત્રાણામાં આંગણવાડીઓના લોકાર્પણના કાર્ડમાંથી MP, જિ.પં. પ્રમુખ વગેરેના નામ કટ!
 
ગાંધીધામઃ શિપીંગ બિઝનેસમેનને બંધક બનાવી દુબઈ રહેતા ભાઈ પાસેથી ૫.૫૫ કરોડ પડાવાયાં